કરોડોનો ટ્યુશનનો કારોબાર : વિદ્યાર્થીઓ લાચાર…

કરોડોનો ટ્યુશનનો કારોબાર : વિદ્યાર્થીઓ લાચાર…
Spread the love

શાળામાંથી ઘરે જતા શિક્ષકને પુછવામાં આવે છે આજની નોકરી પૂરી થઈ તો શિક્ષક જવાબ આપે છે ના હવે શરૂ થઈ…

સુરતમાં દરેક ગ્રાન્ટેડ શાળામાં શિક્ષકો ટ્યુશન કરતા નથી તે વાતની લેખિત સ્પષ્ટતા કેવમાં આવે છે ટ્યુશન ડાયરી માત્ર ઍક ઓપચારિકતા બની ગઈ છે. સુરતમાં રહેતા માદયમ વર્ગીય પરિવારની આવક દસ ટકા ટ્યુશન પાછળ ખર્ચાય છે સુરતમાં વર્ષે ૨૦૦ કરોડથી પણ વધુ ટર્ન ઓવર ધરાવતી ટ્યુશન પ્રથામાં વાલીઓ પીસે રહ્યા છે. સુરતમાં ભણતા ધો-૧૦ અને ધો-૧૨ વિધ્યાર્થીઓ શાળા કરતાં ટ્યુશનમાં સમય વધુ વિતાવે છે. બોર્ડ વર્ષ દરમિયાન શાળા તો માત્ર રજીસ્ટ્રેશન સંસ્થા જેવી બની ગઈ છે. આજે પણ ૭૦% ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો ટ્યુશન કરતાં જોવા મળે છે આ સ્થિતિ આટલી હદે વણસી થઈ ગઈ છે કે ટ્યુશન રાખવા માટે પૈસા સાથે ઓડખાન ની પણ જરૂર પાડવા લાગે છે. આ દૂષણ ક્યાં જાય અટકશ?

માત્ર સુરતમાં જ ટ્યુશનિયા શિક્ષકોનો ૨૦૦ કરોડથી વધુ બિઝનેસ ટર્ન ઓવેર છે. આ વાત જાણીને કદાચ નવાય લાગસે પણ સુરતના વિસ્તારોમાં મિનિમમ પાંચ ટ્યુશન ક્લાસીસ નો અંદાજ કાઢતા એક સરવેમાં શાળાના શિક્ષકો દ્વારા ચલાવવામાં આવતા ટ્યુશન ક્લાસીસ આજે પણ ફેક્ટરીની જેમ જ ત્રણ પળીઓમાં ધમધમી રહ્યા છે. સુરતનું ઍક બાળક સરેરાશ આઠ કલાક શાળા અને ટ્યુશનમાં કાઠે છે એ પછીના કલાકોમાં પણ તેના પર માં બાપનું સતત દબાણ કરવામાં આવે છે. દસ વર્ષ અગાઉ ત્યાર કરાયેલા નિયમને આજે શહેરના ટ્યુશનિયા ટીચરોએ પસ્તી ભેગો કરી દીધો છે. સાત વર્ષ અગાઉ ગુજરાત શિક્ષણ વિભાગે જાહેર કર્યું હતું કે સરકારી કે ગ્રાન્ટ મેળવતી શાળાના ટીચર ટ્યુશન ક્લાસીસ કે ખાનગી ટ્યુશન કરવી ન શકે. આજે માત્ર આઓપચારિકતા ખાતર જ હું ટ્યુશન નથી કરતો એવું શિક્ષકો પાસે હસતાં હસતાં લખવામાં આવે છે.

જો કોઈ ટીચર આ નિયમ ને ભંગ કરે તો સ્કૂલ મેનેજમેંટ સરકારને જાણ કરી તે ટીચર સામે પગલાં લેવા. આજે જ્યારે ૨૦-૨૦ ભારતની વાત કરી રહ્યા છીયે. ત્યારે શહેરની સ્કૂલઓ જાણે આ નિયમ ને ભૂલી જ ગઈ છે અને ઠેર ઠેર બિલાડીના ટોપ સમાન ઘરોમાં ક પ્રાઈવેટ ટ્યુશનમાં ટીચર શિક્ષણ માથી નફો રેળી રહ્યા છે. એક તરફ સેલ્ફ ફાઇનન્સ શાળાઓએ ઉઘાડી લૂંટ તો આદરી જ છે સતગે સાથે ત્યારે કરોડોની કહી શકાય તેવું આ અનોર્ગેનાઇઝ સેક્ટર ગુજરાતનાં શિક્ષણને ડામાડોળ કરી નાખશે.અત્યારે ધો-૧૦,૧૧,૧૨ ના વિધ્યાર્થીઓ ટ્યુશન ક્લાસીસમાં વધુ જતાં હોય છે. ફિજીક્ક્સ, સોશિયલ સાયન્સ, હિસ્ટ્રી, મેથ્સ, ઇંગ્લિશ, જેવા વિષયો માટે વિધ્યાર્થીયાઓ ટ્યુશન ક્લાસીસ જોઇન્ટ કરે છે. શહેરમાં ટ્યુશન ક્લાસીસનો કારોબાર વિસ્તરેલો છે. જે વિસ્તારમાં સારી શાળાઓ છે ત્યાં જ દૂષણે મજા મૂકી છે.

ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો કે યુનિવર્સિટીના પ્રાદ્યાપકો પણ પ્રથમા સામેલ છે. દરેકને જડપ થી પૈસાદાર થવા માટે આ ક્ષેત્ર વધુ અનુકૂળ લાગે છે અને એટલા માટેજ એંજિનિએયરિંગ કરીને શિક્ષક બનીને વિધ્યાર્થીયાઓને ખેચનારો આગવો શિક્ષક વર્ગ શહેરમાં અકટિવ છે
પ્રાઈવેટ ટ્યુશન ક્લાસીસ ખોલવા માટે કોઈ મંજૂરીની જરૂર પડતી નથી. ટ્યુશન ક્લાસસીસમાં સરકારી કે ગ્રાન્ટેબલ સ્કૂલના શિક્ષક જો સર્વીસ કરતાં હોય તો સ્કૂલ દ્વારા જીલા શિક્ષણ વિભાગને જણાવવામાં આવે તો શિક્ષણ સામે પાગલ લઈ શકાય શહેરમાં અનેક ટ્યુશન ક્લાસીસ છે પરંતુ જો સ્કૂલ મેજમેંટ દ્વારા માહિતી આપવામાં આવે તો શિક્ષકો સામે શોક્ષાત્મક પગલાં લઇશું શહેરની પ્રાઈવેટ ટ્યુશન ક્લાસસીસમાં શિક્ષકને સવાબે કલાક ન દસ હજાર રૂપિયા મળે છે તો શા માટે ક્લાસીસનો સહારોના લે તેવું ઍક શિક્ષકે નામ નહીં આપવાની શરતે જણાવ્યુ હતું.

આ અંગે ઍક શિક્ષક કહે છે ક હજુ પણ ઘણી ગ્રાન્ટ મેળવતી સ્કૂલોમાં ટીચેરને લઘુતમ વેતન કરતાં ઓછો પગાર આપવામાં આવે છે. શહેરની ૮૦% સાયન્સ અને ઇંગ્લિશ સ્કૂલોના વિદ્યાર્થીઓ ટ્યુશનમાં જતાં હોય છે. હજુ પણ વિધ્યાર્થીના માતા-પિતા એવું માની રહ્યા છે કે સ્કૂલમાં ભણાવતું નથી અને પૈસા ખર્ચીને બાળકને ટ્યુશનમાં મૂકવામાં આવે તો સારું શિક્ષણ મળે છે. ટ્યુશનમાં જ બાળક મહેનત કરી શકે છે. જો કે કેટલાક માં બાપ આ પ્રથાને મહત્વ આપવા માટે જવાબદાર છે. શહેરની એક ટ્યુશન ક્લાસિસના સંચાલક કહે છે કે અમારા ત્યાં સાયન્સના ટ્યુશનમાં વિધ્યાર્થીને એડમિશન લેવું હોય તો વિધ્યાર્થીને ત્રણ વર્ષ અગાઉ પોતાનું રજીસ્ટ્રેશન કરવું પડે છે. એટલે કે વિધ્યાર્થી એ આઠમાં ધોરણમાં ભણતા ભણતા સાઇન્સ માટે અગાઉથી જ એડમિશન લઈ લેવાનું હોય છે નહિતર દસ પછી અમારા ટ્યુશનમાં અડમિશન નહીં મળે છેલે શિક્ષણ તંત્ર કેટલું ફૂટેલું અને વેચેલું છે. તેનો સીધો દાખલો શાળા માંથી ઘરે જતાં શિક્ષકને પુછવામાં આવે છે.. આજની નોકરી પૂરી થઈ તો શિક્ષક જવાબ આપે છે.. ના હવે શરું થઈ

લેખક : વિનોદ મેઘાણી (સૂરત)

papa.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!