ભુજ સ્વામિનારાયણ મંદિર દ્રારા તૈયાર કરેલ પાંચસો રાહત કીટો વિતરણ….

ભુજ સ્વામિનારાયણ મંદિર દ્રારા તૈયાર કરેલ પાંચસો રાહત કીટો વિતરણ….

અરવલ્લી : સમગ્ર વિશ્વ મા કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે સ્વાભાવિક ગરીબ અને શ્રમિક લોકો ને પણ પોત પોતાના રોજ બ રોજ ના ધંધાર્થીઓ ને અસર થતાં સરકારશ્રી તથા કચ્છ ની સેવાભાવી સંસ્થાઓ દરેક રીતે લોકોને સમકક્ષ રીતે ઉપયોગી થઈ રહી છે આ સેવાભાવી કાયઁ મા સ્થાનિક કલેકટરશ્રીઓ તથા ઓફીસરો પોત પોતાના જિલ્લાઓમાં સરકારશ્રી ના દરેક આદેશ ને સંપૂર્ણ પણે આ લોક ડાઉન મા લોકોને ઓછા મા ઓછી તકલીફો પડે તે રીતે મદદ રૂપ થઈ રહયા છે..

જે જે જગ્યાએ ગરીબો અને શ્રમિકો છે ત્યાં ખુદ પોલીસ તંત્ર , વહીવટી તંત્ર ના ઓફીસરો તથા કચ્છ ની સામાજીક સંસ્થાઓ આવા ગરીબ અને શ્રમિકો ને ખુદ રાહત કીટ સુધી નું વિતરણ કરી રહયા છે..મંદિરે પણ કલેકટરશ્રી તથા તંત્ર નો સંપર્ક કરી આ રીત ની રાહત કાયઁ મા સહભાગી થવા તૈયારી બતાવતા, આજરોજ ભુજ સ્વામિનારાયણ મંદિરે મહંત સદગુરુ સ્વામી ધમઁનંદનદાસજી ની પ્રેરણા થી મંદિરે દ્વારા કચ્છ વિસ્તારમાં રહેતા ગરીબ તથા શ્રમિક પરિવાર ના લોકો ને અન્નદાન કીટ વિતરણ કરવા માટે એક પરિવાર ને ચાલે તેવી પાંચસો અન્ન કીટ બનાવવામા આવેલ છે જેમાં ૪ કિલો ઘંઉ લોટ, ૦૨ કિલો ચોખા, ૦૧ કિલો મગની દાળ,૦૩ ખીચડી ચોખા ,૦૧ લિટર તેલ ,૧૦૦ ગ્રામ હળદર , ૧૦૦ ગ્રામ મરચાં, ૧૦૦ ગ્રામ ધાણા પાવડર, ૧૦૦ ચા, ૦૧ કિલો ખાંડ, આ જીવન જરુરીયા ચીજવસ્તુઓની કીટ જે તંત્રના આદેશ અનુસાર કચ્છના ગરીબ વગઁ અને શ્રમિકો ને વિતરણ કરવામાં આવશે… તેવું મંદિરના કોઠારી સ્વામી દેવપ્રકાસદાસજીએ જણાવ્યું હતું…

Spread the love

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!