સાંજ સુધીમાં નોંધાયા વધુ 3 કોરોના પોઝિટિવ કેસ, કુલ આંકડો પહોંચ્યો 108

સાંજ સુધીમાં નોંધાયા વધુ 3 કોરોના પોઝિટિવ કેસ, કુલ આંકડો પહોંચ્યો 108
Spread the love

આજે સવાર સુધી રાજ્યના કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા 105 હતી. પરંતુ બપોર બાદ સુરતમાં એક અને અમદાવાદના બે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં કુલ આંક 108 થઈ ચુક્યો છે.  અમદાવાદમાં આજે 25 વર્ષના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જે દિલ્હી પ્રવાસની હિસ્ટ્રી ધરાવે છે. આ ઉપરાંત 46 વર્ષના પુરુષ છે જેમને લોકલ ટ્રાંશમિશનથી ચેપ લાગ્યો છે. આજનો ત્રીજો કેસ સુરતનો છે જ્યાં 61 વર્ષની મહિલાને લોકલ ટ્રાંશમીશનથી ચેપ લાગ્યો છે. જો કે આજના દિવસની સારી બાબત એ છે કે ગાંધીનગરના એક વૃદ્ધા પણ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે ઉપરાંત એક સગર્ભા મહિલા પણ કોરોનાથી સ્વસ્થ થઈ છે. તેથી લોકોએ પોતાના સ્વાસ્થ્યની સંભાળ માટે આયુષ મંત્રાલયની ગાઈડલાઈન ફોલો કરે અને પોતાની રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખે. શરીર મજબૂત હશે તો કોરોનાથી ઝડપથી સ્વસ્થ થઈ શકાય છે.

ક્યાં કેટલા કેસ

અમદાવાદ – 45 (5 દર્દી રિકવર, 5ના મોત )
સુરત – 13 ( 3 દર્દી રિકવર, 1 મોત)
વડોદરા – 9 (1 દર્દી રિકવર, 1 મોત)
ગાંધીનગર – 13 (4 દર્દી રિકવર)
ભાવનગર – 9 (2 દર્દીના મોત)
રાજકોટ – 10 (1 દર્દી રિકવર)
પોરબંદર – 3
ગીર સોમનાથ – 2
કચ્છ – 1
મહેસાણા – 1
પાટણ – 1
પંચમહાલ – 1 (  દર્દીનું મોત )

Admin

Admin

9909969099
Right Click Disabled!