જાફરાબાદના ધારાબંદર ગામનાં કોળી સમાજના માછીમારો માટે જરૂરી વ્યવસ્થા

જાફરાબાદના ધારાબંદર ગામનાં કોળી સમાજના માછીમારો માટે જરૂરી વ્યવસ્થા
Spread the love
  • યુવા આગેવાન પ્રવિણભાઈ બારૈયા અને અજયભાઈ શિયાળ દ્વારા ટ્વીટર મારફતે આભાર વ્યક્ત કર્યો

રાજુલા : જાફરાબાદ તાલુકાના ધારાબંદર ગામના રહેવાસી અને હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ ગામે કોળી સમાજના માછીમારો ધંધા અર્થે અંદાજે ૫૦ જેટલા પરિવારો વસતાં હતાં પરંતુ લોક ડાઉન અને કોરોના વાઈરસ નાં કારણે આ પરિવારો ની સ્થિતિ દયનીય બની હતી અને રાશન તથા જરૂરી ચીજવસ્તુઓ પણ ના હતી ત્યારે આ અંગે કોળી સમાજના આગેવાન પ્રવિણભાઈ બારૈયા ને જાણ થતાં. તેમણે આ અંગે દેવભૂમિ દ્વારકાના જીલ્લા એસ.પી શ્રી રોહન આનંદ સાહેબને ટેલિફોનીક જાણ કરતા.

એસ.પી શ્રી રોહન આનંદ સાહેબ તથા સ્થાનિક પ્રશાસન દ્વારા આ તમામ પરિવારોને જરૂરી રાશન સહિતની જરૂરી સામગ્રી પૂરી પાડવામાં આવી હતી. તેમજ સ્થાનિક ધારાસભ્યશ્રી અંબરીષભાઈ ડેર દ્વારા પણ આ કોળી સમાજના માછીમારો સાથે વાત કરી તેમની મુશ્કેલીઓ અંગે માહિતી મેળવી હતી અને જરૂરી મદદ કરવાની ખાત્રી આપી હતી. આ જરૂરીયાતમંદ લોકો ની મદદ કરવા બદલ કોળી સમાજના યુવા આગેવાન પ્રવિણભાઈ બારૈયા અને અજયભાઈ શિયાળ દ્વારા ટ્વીટરના માધ્યમ થી દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી શ્રી તથા સ્થાનિક પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!