વૈદિક પરિવાર ગાંધીનગર દ્વારા ભોજન પહોંચાડવાનું ભગીરથ કાર્ય

વૈદિક પરિવાર ગાંધીનગર દ્વારા ભોજન પહોંચાડવાનું ભગીરથ કાર્ય
Spread the love

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં લોક ડાઉનનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે ત્યારે રોડની થોડા અંદરની બાજુએ પ્લાસ્ટીકનાં સહારે ઝુંપડીઓ બાંધીને રહેતા પરિવારોને લોક ડાઉનનાં કપરા સમયમાં ખાવા-પીવાની કોઈ તકલીફ ન પડે તે માટે કુડાસણ સ્થિત શુકન સ્કાય સોસાયટીએ પણ કમર કસી છે. શુકન સ્કાયની સાથે નજીકમાં જ સરગાસણ ખાતે આવેલ વૃંદાવન-ર સોસાયટી પણ જોડાઈ ગઈ છે. હવે તો વૈદિક પરિવાર, ગાંધીનગર પણ આ સેવાકીય કાર્યમાં જોડાઈ ગયું છે. દરરોજ લગભગ ૩૦૦ જેટલા પરિવારોને સવારે અને સાંજે ભોજન પહોંચાડવાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. લોકડાઉનનાં ચોથા દિવસથી આ કાર્ય અવિરતપણે ચાલી રહ્યું છે.

આ અંગે વધુ માહિતી આપતા વૈદિક પરિવારનાં ટ્રસ્ટી અને શુકન સ્કાયનાં સભ્ય શ્રી અરવિંદ રાણાએ જણાવ્યું હતું કે શુકન સ્કાય સોસયાટીનાં ચેરમેન શ્રી સુહાગ સોની, વાઈસ ચેરમેન શ્રી રાકેશ પટેલ, શ્રી અરવિંદ પટેલ, શ્રી નરેન્દ્ર પટેલ, શ્રી દિપક પટેલ, શ્રી ભરત પટેલ, શ્રી દિનેશ પટેલ, શ્રી આશીષ જાશી સહિત અનેક સેવાભાવી સભ્યો તથા જરૂર પડે ત્યારે મહિલા સભ્યો આ સેવાકાર્યમાં સહર્ષ સહભાગી બને છે. વૃંદાવન-રનાં શ્રી રાજ વાણંદ, શ્રી અલ્પેશ પટેલ, શ્રી દિનેશ પટેલ સહિત અનેક કાર્યકરો અને મહિલાઓ સ્વયં ભોજન તૈયાર કરી રહ્યાં છે. વૈદિક પરિવારનાં શ્રી અરવિંદ રાણા અને શ્રી મહેન્દ્ર ગાંધી પણ આ કાર્યમાં સહભાગી બની રહ્યાં છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!