કડી શહેરમાં કસ્બા વિસ્તારમાં 7 પોળ 700 મકાન 3500 લોકોને સીઝ કરવામાં આવ્યા

કડી શહેરમાં કસ્બા વિસ્તારમાં 7 પોળ 700 મકાન 3500 લોકોને સીઝ કરવામાં આવ્યા
Spread the love

કડી

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે ત્યારે મહેસાણા જિલ્લાના કડી શહેરના કસ્બા વિસ્તારના 47 વર્ષના આધેડનો અમદાવાદ માં કોરોના પોઝીટીવ આવતા જિલ્લા સહિત સ્થાનિક આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર દોડતું થયી ગયું હતું. આધેડ દર્દીની પત્ની તેમજ તેના સંતાનોની આરોગ્ય વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવતા તેમનામાં વાયરસ ના કોઈ લક્ષણો ના દેખાતા તંત્ર ને હાશકારો થયો હતો પરંતુ તેમને સલામતી ના ભાગરૂપે ક્વોરેન્ટાઈન કરાયા હતા.

કડી મામલતદાર મહેશ ગોસ્વામી દ્વારા આજ રોજ જાહેરનામું બહાર પાડી કડી શહેરના કસ્બા વિસ્તારમાં આવેલા જૂની મહોલત, રંગરંજની ખડકી, મોટી વ્હોરવાડ, પાંજરાપોળ વ્હોરવાડ, અકદશ વ્હોરવાડ, હાંસા શેરી, માંડવીની પોળ અને જેમાં આવેલા આશરે 700 જેટલા મકાનો અને 3500 જેટલી વસ્તી ધરાવતા વિસ્તારમાં વાયરસનું સંક્રમણ ના થાય તેના આગોતરા આયોજન સંદર્ભે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 205 અને એપેડેમીક ડીસીઝ 1897 મુજબ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દીધો હતો.

કડી મામલતદાર દ્વારા શહેરની કસ્બા વિસ્તારની સાત જેટલી પોળ ને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી વહીવટી તંત્રના જુદા જુદા એકમોને કામગીરી સોંપી દીધી હતી જેમાં કડી પોલીસ ને કન્ટેનમેન્ટ ઝોન માં જવાનો રસ્તો તાત્કાલિક ધોરણે બેરીકેડ કે દોરડા થી બંધ કરી આવશ્યક ચીજવસ્તુઓ લેવા માટે અવરજવર કરનાર નું રજીસ્ટર બનાવવા આદેશ કરવામાં આવ્યો હતો.કડી પાલિકાને કડી આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી લોકો દ્વારા ક્વોરેન્ટાઈન નો ભંગ ના કરે અને સેનેટાઈઝેશન અંતર્ગત કામગીરી સોંપી દેવામાં આવી છે.

આ ઉપરાંત આરોગ્ય વિભાગને કન્ટેનમેન્ટ ઝોન ના રહીશોની ટ્રાવેલ હિસ્ટ્રી ચકાસી 50 ઘરોના જૂથ બનાવી લોકોના આરોગ્ય ની ચકાસણી તેમજ આઈલોશન ની વ્યવસ્થા ઉભી કરવામાં કહેવામાં આવ્યું છે.કડી મામલતદારે તાલુકાના પુરવઠા વિભાગને પણ કન્ટેનમેન્ટ ઝોન ના રહીશોને પુરવઠાની ચીજ વસ્તુઓ મળી રહે તેવા પ્રયત્નો કરવા આદેશ કર્યો છે.

IMG-20200407-WA0033.jpg

Admin

Dhaval

9909969099
Right Click Disabled!