મહેસાણા જિલ્લા પોલીસ હેડક્વાટર્સની મહિલાઓ દ્વારા માસ્ક બનાવી વિનામૂલ્યે વિતરણ

મહેસાણા જિલ્લા પોલીસ હેડક્વાટર્સની મહિલાઓ દ્વારા માસ્ક બનાવી વિનામૂલ્યે વિતરણ

માસ્કની તંગી નિવારવા રોજના ૨૦૦૦ માસ્ક લોકો સુધી પહોંચાડાશે
મહેસાણા
આજે દેશ-વિદેશમાં કોવિડ-૧૯ સંક્રમણને અટકાવા અને નિવારણ માટે પગલાં લેવાઇ રહ્યા છે.કોવિડ-૧૯ સંક્રમણ અટકાવવા માટે શરદી,તાવ અને ઉધરસના દર્દીઓને માસ્ક પહેરવું આવશ્યક છે.કોવિડ-૧૯ સંક્રમણને નિવારવા માટે લોકો દ્વારા મોટા પ્રમાણમાં માસ્કની ખરીદી થતી હોવાથી માસ્કની અછત સર્જાઇ છે. આ અછત નિવારણ માટે જિલ્લા વહીવટીતંત્ર,સખીમંડળની બહેનો સતત કાર્યરત છે. સખીમંડળની બહેનો દ્વારા માસ્ક બનાવી નજીવી કિંમતે લોકોને પુરા પાડવામાં આવે છે. ત્યારે આ સમયે મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષકે જરૂરીયાત મુજબ લોકોને વિનામૂલ્યે માસ્ક મળી રહે તે માટે અનોખી સેવા પુરી પાડી છે.
મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક મનિષ સિંઘની પ્રેરણાથી પોલીસ પરીવારે લોકોના હિતમાં રાહબર બની રહે તેવુ કામ શરૂ કર્યું છે.મહેસાણા જિલ્લા પોલીસ હેડ ક્વાટર્સની મહિલાઓ દ્વારા માસ્ક બનાવવાની શરૂઆત કરાઇ છે.મહેસણા જિલ્લા પોલીસની મહિલાઓ દ્વારા રોજના ૨૦૦૦ જેટલા માસ્ક બનાવી લોકોના ઘરે સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરાઇ છે.
મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક મનિષ સિંઘે જણાવ્યું હતું કે વૈશ્વિક મહામારી સામે વિશ્વ ઝઝુમી રહ્યું છે. લોકોને પણ વિવિધ અગવડતાઓ પડે છે. કોરોના સંક્રમણને અટકાવવા હેતુ સર લોકો દ્વારા મોટા પ્રમાણમાં માસ્કની ખરીદી થઇ રહી છે. આ માસ્કની ખરીદીને પગલે બજારોમાં માસ્કની અછત સર્જાઇ છે. આ ઉપરાંત મોટાભાગના માસ્કની જરૂરીયાત વાળા લોકો માસ્ક ખરીદી પણ શકતા નથી આ સમયે લોકોને વિનામૂલ્યે માસ્ક મળી રહે તે માટે જિલ્લા પોલીસ હેડક્વાટર્સની બહેનો દ્વારા અનોખી પહેલ કરાઇ છે.
જિલ્લા પોલીસ અધિક્ષક મનિષ સિંઘે જણાવ્યું હતું કે રોજના ૨૦૦૦ જેટલા માસ્ક બનાવી લોકો સુધી વિનામૂલ્યે પહોંચે તેવી વ્યવસ્થા પણ કરાઇ છે.આ ઉપરાંત માસ્કની સાથે સાથે પોલીસ પરીવારની બહેનો દ્વારા કોમ્યુનીટી ભોજન કેન્દ્ર દ્વારા ભોજન બનાવી જરૂરીયાતમંદ લોકોને ભોજન પણ પુરૂ પાડવામાં આવી રહ્યું છે.
મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક મનિષ સિંઘ દ્વારા સુરક્ષા,સલામતી સાથે લોકોના જીવન નિર્વાહ માટે પુરતું ધ્યાન રાખવાનું કામ થઇ રહ્યુ છે. સુરક્ષા સાથે લોકોની કાળજી કરી જિલ્લા પોલીસ અધિક્ષક લોકોને પ્રેરણા પુરી પાડી રહ્યા છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!