માલપુરના અણિયોર અને સાતરડા ગામે કરિયાણાની દુકાનોમાંથી માત્ર ખાદ્યચીજોની ચોરી

  • અરવલ્લીમાં લોકડાઉન વચ્ચે તસ્કરોનો હાથ ફેરો

અરવલ્લી : છેલ્લા ૧૩ દિવસથી લોકડાઉન કોરોનાને લઈને સમગ્ર ભારતમાં છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં ચોરો પણ લોકડાઉન થઈ ગયા હતા. પરંતુ લોકડાઉન વચ્ચે પણ માલપુર તાલુકામાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. અને કરિયાણાની દુકાનમાંથી માત્રને માત્ર ખાદ્યચીજોની જ ચોરી કરી હતી. ચોરીને પગલે દુકાનદારોએ માલપુર પોલીસને જાણ કરી હતી.

આ અંગે મળતી વિગતો અનુસાર માલપુર તાલુકાના અણિયોર અને સાતરડા ગામે કરિયાણાની દુકાનમાં ગત રાત્રીએ તસ્કરોએ હાથફેરો કર્યો હતો અને દુકાનમાંથી માત્ર ખાદ્યચીજોની જ ચોરી કરી હતી. જો કે કોરોનાના લોકડાઉનની અસર વર્તાતા ખાદ્યચીજોની ચોરી કરી હોવાની આશંકા પ્રવર્તી રહી છે. સરકાર દ્વારા લોકોને અનેક સહાયો આપવામાં આવી રહી છે અને કેટલીય સેવાભાવી સંસ્થાઓ પણ ગરીબોને ત્યાં કરિયાણાની કીટનું વિતરણ પણ કરી રહી છે ત્યારે માત્ર ખાદ્યચીજોની ચોરી કરિયાણાની દુકાનમાં થઈ હોવાથી લોકો પણ અચંબીત થયા છે.

માલપુર તાલુકાના અણીયોરમાં આવેલી “નિઝામ કિરાણા સ્ટોર” માં સોમવારના રાત્રિના સમયે ચોરોએ હાથફેરો કરી અંદાજી ૧૫૦૦૦ઉપર ની ચોરી થયાનું માનવામાં આવે છે. જે અંગે દુકાનના માલિક મેઘરજીયા નિઝામુદ્દીન ઇબ્રાહીમભાઇ એ જણાવ્યું હતું કે મારી દુકાન માં આવક-જાવકના  પત્રકો તેમજ તમામ મુદ્દામાલ સહિત ૧૫૦૦૦ ઉપરનો ચોરી થયાનું માલુમ પડે છે જે બનાવ અંગે માલપુર પોલીસને જાણ કરતા તેઓએ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Spread the love

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!