માલપુર પોલીસની આરોગ્ય તપાસણી કરાઈ

માલપુર પોલીસની આરોગ્ય તપાસણી કરાઈ
Spread the love
અરવલ્લી : સમગ્ર વિશ્વમાં કોરોના વાયરલ ની મહામારી વચ્ચે લોકડાઉન, સ્થિતિમાં પોલીસ તંત્ર, આરોગ્યતંત્ર, મીડિયા કર્મી,  વહીવટી સ્ટાફ, અને સફાઈ કમી, જેવા લોકો અવિરત પોતાની અને પોતાના પરિવારની પરવા કર્યા સિવાય ફરજ બજાવી રહ્યા છે,  માલપુર પોલીસ શહેર અને વિસ્તારમાં સઘન ચેકિંગ તેમજ લોકડાઉન,અને જાહેરનામાનો ભંગ ના થાય તે રીતે 24 કલાક ફરજ બજાવતા હોય છે, જે અંતર્ગત માલપુર આરોગ્ય અધિકારી અને તેમની ટીમ દ્વારા  તારીખ 6/ 4/ 2020 ના  1:00.  કલાકે  માલપુર પોલીસના તમામ સ્ટાફના આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પોલીસ સ્ટાફ 42 ની સાથે, 10 મહિલાઓ અને 33 પુરુષોનું આરોગ્ય વિભાગે તપાસણી કરેલ હતી,  પોલીસ સ્ટાફને સ્ક્રિનિંગ કરીને તેઓને ચાર લક્ષણો શરદી, ઉધરસ, ખાંસી, અને તાવ, વિશે પૂછવામાં આવતા  આ ચાર લક્ષણો કોઈ પોલીસ કર્મીને જણાયાં ન હતા.બે પોલીસ કર્મીને ડાયાબિટીસ અને બે પોલીસ કર્મીને બી.પી.જણાવ્યું હતું. જે અંગે માલપુર આરોગ્ય અધિકારી ડોક્ટર ગોસ્વામીના જણાવ્યા અનુસાર તમામ પોલીસ સ્ટાફ   શારીરિક તંદુરસ્તી લાગતો હતો, જેમાં ત્રણ મહિલા પોલીસ કર્મીઓ સગર્ભા માલુમ પડતા તેઓને તકેદારીના ભાગરૂપે અલગથી કાળજી રાખવા જણાવેલ છે, તેમ જણાવ્યું હતું.
Admin

Admin

9909969099
Right Click Disabled!