ખંભાળીયાનાં ભાડથરમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા
ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે ગત મોડી સાંજે સ્થાનિક પોલીસે જુગાર દરોડો પાડી, આ સ્થળે ગંજીપત્તા વળે તીનપતીનો જુગાર રમી રહેલા વાછીયા માલદેભાઈ હરીયાણી, અરજણ છગન રાઠોડ, નગીન ભીખુભાઈ ચુડાસમા, મગન ભુરાભાઈ વાઘેલા અને સાગર રામા પરમાર નામના પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા શખ્સો પાસેથી પોલીસે કુલ રૂ.૧૨,૫૪૦/-નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા ઉપરાંત જાહેરનામાની કલમ ૧૮૮ મુજબ પણ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
– રોહિત આર. મેરાણી (જામનગર)