જૂનાગઢ કૃષિ યુનિ.દ્વારા રાજ્યનાં ખેડુતોને ઉપયોગી સુચનો

Spread the love

જૂનાગઢ કૃષિ યુનિ. દ્વારા ઉપયોગી સુચનો રજુ કરાયા છે. તાજેતરમાં સમગ્ર દેશમાં ફેલાયેલ નોવેલ કોરોનાં સંક્રમક વાયરસ કોવીડ-૧૯ની અસરોને ખાળવા ભારત સરકારશ્રી દ્વારા લોકડાઉન જાહેર કરાયુ છે. આથી ખેડુતો જૂનાગઢ કૃષિ યુનિ.ની મુલાકાત લઇ ખેતપયોગી માર્ગદર્શન મેળવી શકે નહીં તેવા સંજોગોમાં કૃષિ યુનિ. જૂનાગઢ દ્વારા રોગશાસ્ત્ર વિભાગનાં વડાની યાદીમાં જણાવાયુ છે કે જે ખેડુત ભાઇ બહેનોએ હાલમાં મગફળી, તલ, મગ, અડદ, બાજરી, જેવા પાકોનું વાવેતર કરેલ હશે, હાલમાં દિવસે ગરમ અને રાત્રીનાં ઠંડુ વાતાવરણ રહેવાથી આવી પરિસ્થિતીમાં થીપ્સ નામની જીવાતનો ઉપદ્રવ વધારે જોવા મળે છે.

નિયંત્રણમાં ડાયમીથોએટ ૧૫ મીલીલીટર એક પમ્પમાં, કાર્બો સલ્ફાન ૧૦ મીલીલીટર એક પમ્પમાં, ફ્લોનીકાઝીડ ત્રણ એમ.એલ. એક પમ્પમાં નાખી સદરહું દવાનો વારાફરતી ૧૦ થી ૧૨ દિવસનાં અંતરે છંટકાવ કરવો. દરિયાકાંઠાનાં વિસ્તારમાં પાનકથીરી તેમજ સફેદમાખીનાં નિયંત્રણ માટે પ્રોપરગાઇડ ૧૫ મીલીલીટર એક પમ્પમાં, સ્પાયરોમેસીન ૮ મીલીલીટર એક પમ્પમાં, ફેનાઝાક્વીન ૧૫ એમ.એલ. એક પમ્પમાં, બાયફેનથ્રીન ૧૦ મીલીલીટર એક પમ્પમાં ફાય ફેન્થ્યુરોન ૧૦ એમ.એલ. એક પમ્પમાં નાખી જરૂર મુજબ કોઇ એક દવાનો છંટકાવ કરવો હિતાવહ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!