ચાંદખેડા : ગુજરાત જન જાગૃતિ મંચ દ્વારા શ્રમિક પરિવારોને બે ટંકનું ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે

ચાંદખેડા : ગુજરાત જન જાગૃતિ મંચ દ્વારા શ્રમિક પરિવારોને બે ટંકનું ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે
Spread the love

આજે સમગ્ર વિશ્વ કોરોના વાયરસ સામે ઝઝુમી રહ્યું છે, ત્યારે કેટલાક શ્રમિક પરિવારો માટે આ લોકડાઉન દરમિયાન બે ટંકના ભોજનની વ્યવસ્થા કરવી બહુ જ અઘરી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. તેમાં કેટલાક સેવાભાવી સંસ્થાઓ તેમજ આગેવાનો આગળ આવી સેવાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે. આજે ચાંદખેડામાં રહેતા શ્રમિકોએ ભુખ્યા ના રહેવુ પડે તે હેતુસર ગુજરાત જનતા જાગૃતિ મંચના તમામ જવાબદાર કાર્યકર્તાઓ ના આર્થિક સહયોગના કારણે આઈ.ઓ.સી રોડ ઉપર આવેલ શિવમ-રો-હાઉસમાં રસોડુ ચાલુ કરવામાં આવ્યું હતું.

આજુબાજુની પાંચ સોસાયટીના જરૂરિયાતમંદ શ્રમિક રહીશોને બે ટંક જમવાનુ પુરુ પાડવામાં આવી રહ્યું છે. આજે બપોરે વઘારેલા ભાત અને કઢી આપવામાં આવી હતી સાંજે વઘારેલી ખીચડી આપવામાં આવશે તેવું ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખશ્રી રજનીકાંત ભારતીયે જણાવેલ. વધુમાં ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખશ્રી રજનીકાંત ભારતીયે જણાવેલું કે, ચાંદખેડાના જરૂરિયાતમંદ લોકો પોતાના પરિવારજનો માટે વિના સંકોચે અમારા કોન્ટેક નંબર : 97255 42874 પર સંપર્ક કરી ટીફીન પણ લઈ જઈ શકે છે.

અહેવાલ : તુલસી.બોધુ, બ.કાં
(લોકાર્પણ દૈનિક-ગાંધીનગર)

1586439819464-0.jpg

Admin

Tulsibhai

9909969099
Right Click Disabled!