પો.કમિશ્નરે હોટસ્પોટ રાંદેર વિસ્તારની મુલાકાત લીધી

Spread the love
  • સુરતમાં વધુ એક કેસ પોઝિટિવઃ કુલ આંકડો ૨૫

સુરત,
શહેર જિલ્લામાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા અત્યાર સુધીમાં કોરોનાના ૨૫ કેસ નોંધાયા છે. શહેરમાં નિવૃત જીવન ગળતા અને કોરોનાની ઝપેટમાં આવી મંગળવારે મૃત્યુ પામેલા અહેસાન ખાન (ઉ.વ.૫૨) રાંદેરની જે બિલ્ડીંગમાં રહેતા હતા. તે બિલ્ડીંગના ૬૮ વર્ષીય વોચમેનનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હવે રાંદેર વિસ્તારમાં કોરોનાનો ખતરો ગંભીર રૂપ લઈ ચુક્્યો છે. કોમ્યુનિટી સેમ્પલ ટેસ્ટમાં વોચમેનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને કોરોનાના કોઈ લક્ષણો પણ નથી. દરમિયાન પોલીસ કમિશનર બ્રહ્મભટ્ટે હોટ સ્પોટ એવા રાંદેર વિસ્તારની મુલાકાત લઈને કડક અમલ કરાવવા સૂચના આપી હતી.
સુરત જિલ્લામાં વધુ એક કેસ નોંધાતા આંકડો ૨૫ પર પહોંચી ગયો છે. જે પૈકી ચારના મોત થયા છે. જ્યારે પાંચ રિકવર થયા છે. સુરત શહેરમાં સૌથી વધુ કેસ રાંદેર વિસ્તારમાં નોંધાયા છે. જેમાં બેના મોત પણ થઈ ચૂક્્યા છે. રાંદેર વિસ્તારને ક્લસ્ટર કનેન્ટમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!