મોડાસામાં કોન્ટ્રાક્ટરની જન્મદિવસની અનોખી ઉજવણી

મોડાસામાં કોન્ટ્રાક્ટરની જન્મદિવસની અનોખી ઉજવણી
Spread the love
  • કોરોના સામે જંગ લડવા મુખ્યમંત્રી રાહત ફંડમાં ૧૧ હજારનો ચેક અર્પણ

અરવલ્લી : કોરોના નામની મહામારીએ સમગ્ર વિશ્વમા હાહાકાર મચાવી દીધેલ છે જેની સામે ભારત દેશને બચાવવા માટે  વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ૨૧ દિવસ માટે  સમગ્ર દેશને લોકડાઉન કરેલ છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સહકારી સંસ્થાઓ, ટ્રસ્ટો તથા વ્યક્તિગત રીતે દેશ-દુનિયાના લોકો કોરોના વાયરસ ની સામે લોકોને મદદરૂપ થવા માટે ખુલ્લા મને  મદદ કરી રહ્યા છે ત્યારે મોડાસા શહેરમાં સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલ કોન્ટ્રાકટર વિનોદ પટેલે જન્મદિવસે મુખ્યમંત્રી રાહતફંડમાં ૧૧ હજારનો ચેક જમા કરાવી અનોખી ઉજવણી કરી હતી.

મોડાસા શહેરમાં સેવાકીય અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે  સંકળાયેલા વિનોદ.આર પટેલે કોરોના મહામારી વચ્ચે જન્મદિવસની અનોખી ઉજવણી કરવાનો નિર્ણય કરી અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી ર્ડો.અનિલ ધામેલીયા અને આરોગ્ય અધિકારી  ર્ડો.અમરનાથ વર્માને કોરોના સામે  જંગ લડી રહેલ રાજ્યસરકારના મુખ્યમંત્રી રાહત ફંડમાં ૧૧ હજાર રૂપિયાનો ચેક જમા કરાવ્યો હતો જન્મદિવસની ઉજવણીની અનોખી પહેલને સેવાભાવી અને જીવદયા પ્રેમી નિલેશ જોશી ઉપસ્થિત રહી આવકારી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!