સ્પેક, બાકરોલના NSS સેલ દ્વારા “હાઉ ટુ સ્ટે ફિટ એટ હોમ ટુ ફાઈટ ધ વોર ઓફ કોવીડ-19” પર વેબિનાર

સ્પેક, બાકરોલના NSS સેલ દ્વારા “હાઉ ટુ સ્ટે ફિટ એટ હોમ ટુ ફાઈટ ધ વોર ઓફ કોવીડ-19” પર વેબિનાર
Spread the love

અત્યારે સમગ્ર વિશ્વ કોરોનના કહેરથી પોકારી ઉઠ્યું છે અને લોકડાઉનમાં પણ થોડી ઘણી  છૂટછાટ આપવામાં આવી રહી છે ત્યારે હજી પણ ફિટનેસ સેન્ટર અને સ્વીમીંગ પુલ લાંબા સમય સુધી બંધ રહેશે તેવા એંધાણ વર્તાય રહ્યા છે ત્યારે પરિસ્થિતી સાથે સમાયોજન સાધી આપણે સૌ ઘરે રહી કસરત કરી પણ તંદુરસ્ત રહી શકીએ છીએ. આ ઉપરાંત સૌને કસરત દ્વારા કઈ રીતે સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકાય તે હેતુ થી તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સ્પેક, એજ્યુકેશન કેમ્પસ સલંગ્ન સરદાર પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગ અને સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટે ઓફ એપ્લાઇડ સાયન્સના સંયુક્ત ઉપક્રમે એન. એસ. એસ. સેલ ના નેજા હેઠળ ” હાઉ ટુ સ્ટે ફિટ એટ હોમ ટુ ફાઈટ ધ વોર ઓફ કોવીડ-19″ વિષય પર વેબિનારનું  આયોજન કરવામાં આવ્યું હતું.

આ વેબિનારના મુખ્ય અતિથિ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ   ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, વાસદમાં “ડાઈરેક્ટર ઓફ ફીઝીકલ એજ્યુકેશન” તરીકે ફરજ બજાવતા મિ.વિકાસ અગ્રવાલ સરે ઘરે રહી ઓનલાઇન એપ્લીકેશનના માધ્યમથી સૌને ઉપરોક્ત વિષય પર પરિસ્થિતી અનુરૂપ માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ તંદુરસ્ત રહેવા માટે કેવા પ્રકારની અને કેટલા સમય સુધી  કસરતો કરવી , સાથે સાથે વ્યક્તિઓના રસ અને કાબેલિયતને આધારે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શારીરિક શિક્ષણની સ્પર્ધાઓમાં કઈ રીતે ભાગ લઇ શકાય , ફિટનેસ અને કસરત વચ્ચેનો સબંધ તેમજ  તફાવત વિશે પણ સૌને પ્રેક્ટિકલ ઉદાહરણો દ્વારા જ્ઞાન પીરસ્યું હતું. આ ઉપરાંત વિવિધ કસરતો અને તેના ફાયદા વિશે પણ સૌને સરળ અને સચોટ માહિતી પુરી પાળવામાં આવી હતી.

આ વેબિનારને સફળ બનાવવા માટે સ્પેક, એન્જીનીયરીંગના  એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર મિ.ભરત વાઢિયા , સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ સાયન્સના એન.એસ.એસ. સંયોજક સ્વાતિ પટેલ મેડમ તેમજ વિવિધ વિભાગોના એન.એસ.એસ. સંયોજકોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ ઉપરોક્ત વેબિનાર માટે સ્પેક, એજ્યુકેશન કેમ્પસના  ચેરમેન શ્રી ગિરીશભાઈ પટેલ સર, સેક્રેટરી શ્રી શિતલભાઈ પટેલ સર, કેમ્પસ ડેવલપમેન્ટ ઓફિસર ડો.સ્વપ્નિલ પટેલસર, એન્જીનીયરીંગના આચાર્ય શ્રી ધવલભાઈ પટેલ સર અને સરદાર પટેલ કોલેજ ઓફ એપ્લાઇડ સાયન્સના આચાર્ય શ્રી ખુશ્બુ કા. પટેલ મેડમ  દ્વારા સૌને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને સાથે સાથે  સૌને ઘરમાં રહી, ઘરેથી રાષ્ટ્ર સેવામાં કાઈંક યોગદાન આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!