ચરસના 16 પેકેટ મળી આવતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની

ચરસના 16 પેકેટ મળી આવતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની
Spread the love

ભુજ: સરહદી કચ્છના સમુદ્રકાંઠે બિનવારસી હાલતમાં ૨૪ લાખ રૂપિયાની કિંમતના ચરસના ૧૬ પેકેટ મળી આવતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. કોરોના વાઇરસની વૈશ્ર્વિક મહામારી વચ્ચે આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ દવાની આડમાં નશીલાં ડ્રગ્સનું પરિવહન કરી શકે છે તેવી ઈન્ટરપોલે જારી કરેલી વિશ્ર્વવ્યાપી ચેતવણી વચ્ચે ચરસના પેકેટ મળી આવતાં પોલીસ તંત્ર સહિતના સુરક્ષા તંત્રો એલર્ટ થઈ ગયાં છે. પશ્ર્ચિમ કચ્છ એસપી સૌરભ તોલંબિયાએ જણાવ્યું હતું કે, પૂર્વ બાતમીના આધારે જખૌ પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી.

નિર્જન સમુદ્રકાંઠે ચરસના ૧૬ પેકેટ બિનવારસી હાલતમાં પડ્યાં હતાં. બે પેકેટનું કવર ફાટી ગયું હોઈ અંદર રહેલું ચરસ ઓગળી ગયેલી હાલતમાં પણ જોવા મળ્યું છે. પ્રાથમિક તબક્કે આ પેકેટ લાંબા સમયથી સમુદ્રના પાણીમાં તરતાં હોવાનું અને કાંઠે તણાઈ આવ્યાં હોવાનું અનુમાન છે. શેખરણ પીર વિસ્તાર સંવેદનશીલ છે અને ગત વર્ષે આજ સમયગાળા દરમ્યાન લેન્ડિંગ પોઈન્ટ તરીકે તેનો ઉપયોગ થઈ ચૂકેલો છે. ત્યારે, આ પેકેટ અહીં કેવી રીતે આવ્યાં તે એક ગહન તપાસનો વિષય છે.

content_image_685e43bb-648b-4385-a49b-f6be154b6eb7.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!