કિસાન કોગ્રેસના અધ્યક્ષ અને ખેડૂત આગેવાન પરના પોલીસ દમન અંગે પગલા ભરવા માંગ

કિસાન કોગ્રેસના અધ્યક્ષ અને ખેડૂત આગેવાન પરના પોલીસ દમન અંગે પગલા ભરવા માંગ
Spread the love

બાબરા : વૈશ્વિક કોરોના મહામારી માં ૫૫ દિવસના લોકડાઉનના પરિણામે તમામ ધંધા રોજગાર બંધ છે. સામન્યા મધ્યમ વર્ગને જીવન નિર્વાહ ચલાવવા મુશ્કેલ થઈ ગયો છે તેવા સમયે જગતનો તાત વધુ મુશ્કેલીમાં મુકાય ગયેલ છે. મોંઘા કાતર, બિયારણ, જંતુ નાશક દવાઓ, મોંઘી વીજળી, સીંચાઈના મોંઘા પાણી, સહિત ના કારણે દિવસે ને દિવસે ખેતી અને ખેત પેદાશો મોંઘી થતી જાય છે. ખેડૂતો ને ખેત પેદાશો ના ભાવ મળતા નથી ત્યારે ખેડૂતો ના પ્રશ્નો માટે વહીવટી તંત્ર જાગૃત થાય તે હેતુસર લોકતાંત્રિક રીતે ડુંગળી સહિતની ખેત પેદાશો PM CARE FUND માં જમા કરાવવા નો પ્રતીકાત્મક કાર્યક્રમ ગુજરાત કિસાન કોંગ્રેસ ના અધ્યક્ષ શ્રી પાળ ભાઈ આંબલીયા અને ખેડૂત પ્રતિનિધિ શ્રી ઓ રાજકોટ કલેક્ટર શ્રી સમક્ષ જાહેર કર્યો હતો.

ખેડૂતો માટે ન્યાય માંગનાર ખેડૂતો ના મુદ્દે લડત ચલાવનાર અને ખેડૂતો ના હક્ક ના નાણાં ચાવ કરી જનાર ને ખુલ્લા પાડનાર ને પોલીસ ના અત્યાચાર થી શું રાજ્ય સરકાર મૌન કરાવવા માંગે છે શું ખેડૂતો ના હક્ક ની લડાઈ લડવી ગુન્હો છે. ગુજરાત કિસાન કોંગ્રેસ ના અધ્યક્ષ શ્રી પાલભાઈ આંબલીયા પર બેરહમી પૂર્વ અત્યાચાર કરી ઢોરમાર મારનાર પોલીસ અધિકારી અને જેના ઇશારે આ ગેરકાયદેશર કૃત્ય કરવામાં આવ્યું છે તેમની સામે તાત્કાલિક પગલાં ભરવા માંગ કરવામાં આવે છે.

રિપોર્ટ : હિરેન ચૌહાણ (બાબરા)

IMG-20200522-WA0020-0.jpg IMG-20200522-WA0019-1.jpg

Rasik Vegada

Rasik

Right Click Disabled!