ધનસુરાના આમોદરા ગામના ૫૫ વર્ષિય પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝિટીવ

  • અરવલ્લીમાં વધુ એક કેસ નોંધાયો, જિલ્લાનો કુલ આંકડો ૧૦૩

ધનસુરા : અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં કોરોનાના નો વધુ એક કેસ પોઝિટીવ નોંધાયા છે.ધનસુરા તાલુકાના આમોદરામાં ૫૫ વર્ષિય પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેને લઈને આમોદરા ગામને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લામાં રોજે રોજ છુટા છવાયા કોરોનાના કેસ પોઝીટીવ આવી રહ્યા છે ત્યારે ધનસુરાના આમોદરા ગામના ૫૫ વર્ષિય પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેના પગલે આ ગામના ૫ કિ.મી. વિસ્તારને બફરઝોન જાહેર કરાયો હતો.તકેદારીના ભાગ રૂપે ધનસુરા તાલુકા હેલ્થ ઓફિસર યોગેશભાઈ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ ધ્વારા દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. આરોગ્ય તંત્ર ધ્વારા સેનેટાઈઝિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

તંત્ર ધ્વારા આ વિસ્તારોમાં કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો અને અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અરવલ્લી જિલ્લામાં કોવિડ-૧૯ના આજ દિન સુધી કુલ-૧૦૩ પોઝીટીવ કેસ નોધાયેલ છે. તે પૈકી કુલ – ૭૬ પોઝીટીવ દર્દીઓની સારવાર પૂરી થયા બાદ તેઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ધનસુરા તાલુકામાં 21-05-2020ના રોજ કોરોનાના 4 કેસ નોંધાયા હતા. ત્યાર બાદ ફરી એક કેસ નોંધાયો છે. આમોદરા ગામમાં કેસ નોંધાતા અરવલ્લી જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરે સુરક્ષા બાબતે તકેદારી પગલાંરૂપે આમોદરા ગામને COVID-19 નો Containment Area તરીકે જાહેર કરી લોકોની અવરજવર ઉપર  પ્રતિબંધ ફરમાવ્યા છે.  જેમાં પાંચ કિ.મી વિસ્તારને બફર ઝોન જાહેર કરેલ છે. જેમાં આ વિસ્તારના એન્ટ્રી અને એક્ઝીટ પોઇન્ટ પર થર્મલ સ્ક્રિનીંગ કરાશે.આ વિસ્તારને આવરી લેતા મુખ્ય માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

રિપોર્ટ : મહેન્દ્ર પટેલ (મોડાસા)

Spread the love

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!