વડોદરા શહેર જિલ્લામાં ૧૮.૫૦ લાખ આર્યુવેદ ઉકાળા અને ૨૯ લાખ જેટલી હોમીયોપેથી દવાનું વિતરણ

  • ગોત્રી હોસ્પિટલમાં કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને હોમીયોપેથી સારવાર શરૂ કરાઇ

વડોદરા,
જિલ્લા પંચાયતની આયુષ શાખા દ્વારા કોરોના સંક્રમણ સામે રોગ પ્રતિકારક શક્તિ માં વધારો કરવા જિલ્લા વિકાસ અધિકારી શ્રી કિરણ ઝવેરી ના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર જિલ્લામાં આર્યુવેદિક અને હોમીયોપેથી દવા ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

જિલ્લા આર્યુવેદ અધિકારી શ્રી સુધીર જોષી એ જણાવ્યું કે કોરોના સંક્રમણને અટકાવવા આર્યુવેદિક ઉપચાર રામબાણ ઈલાજ છે.જેને પરિણામે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.જેને અનુલક્ષીને આયુષ શાખા દ્વારા વડોદરા શહેરમાં ૧૧ લાખ અને જિલ્લામાં ૭.૫૭ લાખ સહિત કુલ ૧૮.૫૭ લાખ આર્યુવેદ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે.જ્યારે વડોદરા શહેરમાં ૧૯ લાખ અને જિલ્લામાં ૧૦ લાખ સહિત કુલ ૨૯ લાખ હોમીયોપેથી દવાનું વિતરણ કરવામાં આવ્યું છે.

શ્રી જોશીએ ઉમેર્યું કે વડોદરા શહેરના કન્ટેન્ટ મેટ ઝોનમાં ૧.૨૦ લાખ પરિવારોને ચાર લાખ આર્યુવેદ ઉકાળા તેમજ ગ્રામ્યમાં બે હજાર પાંચસો પરિવારોને દસ હજાર આર્યુવેદિક ઉકાળાનું ઘરે ઘરે જઈ વિતરણ કરવામાં આવ્યું છે. તેમને ઉમેર્યું કે કોવી ડ હોસ્પિટલ ગોત્રી ખાતે હળવા લક્ષણો ધરાવતા કોરોના પોઝિટિવ દર્દીઓને હોમીયોપેથી સારવાર શરૂ કરવામાં આવી છે.જેના સકારાત્મક પરિણામ મળી રહ્યા છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!