મહેસાણા,પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ૧૨૭ માજી સૈનિકો કોવિડ યોધ્ઘા

મહેસાણા,પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ૧૨૭ માજી સૈનિકો કોવિડ યોધ્ઘા
  • દેશની સરહદોની રક્ષા સાથે માનવીના સ્વાસ્થય ચિંતા કરવાની તક મળતાં ધન્યતા અનુંભવીએ છીએ – નિવૃત સૈનિક દેવેન્દ્ર શુક્લા

મહેસાણા
કોવિડ વાયરસ સંક્રમણને પગલે આપેલા લોકડાઉનનું સંપુર્ણ પાલન થાય તે માટે જિલ્લા પોલીસ કટિબધ્ધ બની હતી. મહેસાણા જિલ્લા પોલીસ લોકડાઉનની સખત અમલવારી કરાવીને રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.જિલ્લામાં લોકડાઉન દરમિયાન તકનીકી પ્રધ્ધતિ અને સતત પેટ્રોલીંગ,પોલીસ બંદોબસ્ત કરીને ૧૭ હજારથી વધુ કેસો સાથે જિલ્લો અગ્રેસર રહ્યો છે. વધુમાં જિલ્લામાં કોઇપણ પ્રકારના વ્યક્તિ ઘર્ષણ સિવાય જિલ્લાના ચાર હજારથી વધુ પોલીસ કર્મયોગીઓ જિલ્લા પોલીસ અધિક્ષક મનિષસિંઘના માર્ગદર્શનથી ફરજ બજાવી છે ત્યારે આ રાષ્ટ્રની સેવામાં મહેસાણામાં ૬૮ માજી સૈનિકો પણ જોડાયા હતા.

મહેસાણા જિલ્લામાં પોલીસ કર્મયોગીઓની સાથે કોવિડ વાયરસ સંક્રમણ અટકાયતી પગલાં ના ભાગ રૂપે જિલ્લામાં નિવૃત સૈનિકો પણ જોડાયા હતા. સરહદની સેવા કરીને નિવૃત થયેલા આર્મીના જવાનો દેશની અંદરના કોરોના નામના અદશ્ય દુશ્મનથી દેશવાસીઓને બચાવવા માટે પોલીસની સાથે મળીને શહેરોમાં ફરજ બજાવી હતી.. વિશ્વ આખુ કોરોનાની મહામારીથી પીડાઇ રહ્યું છે ત્યારે આ સંક્રમણને રોકવા માટે લોક-ડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે મહેસાણા જિલ્લા સહિત પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં નિવૃત જવાનો સ્વૈચ્છિક સેવા આપી રહ્યા છે અને લોકોને લોક-ડાઉનનો અમલ કરવા સમજાવી રહ્યા છે તેમ મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી હિરેન લિમ્બાચીયાએ જણાવ્યું હતું.
મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી હિરેનભાઇ લિમ્બાચીયાએ જણાવ્યું હતું કે મહેસાણામાં ૬૮.બનાસકાંઠામાં ૪૫ અને પાટણમાં ૧૪ મળી જિલ્લામાં ૧૨૭ નિવૃત સૈનિકો કોરાના યોધ્ધા બની રાષ્ટ્રસેવામાં જોડાયા હતા.

નિવૃત્ત સૈનિકો કોરોનાના પગલે લોક-ડાઉનમાં પોલીસની મદદ કરી કોરોનાની જંગમાં પોતાની સેવા આપી રહ્યા છે. દેશ સેવા જ જેનો જીવન મંત્ર બની ગયો છે તેવા આ જવાનો નિવૃતિના સમયગાળામાં દેશ પર આવેલી આફતના સમયમાં લોક-ડાઉન દરમિયાન પોલીસ અને પ્રજા વચ્ચે સેતુરૂપ બનવા અને પોતાની ફરજ અદા કરવા તત્પર બન્યા હતા.
નિવૃત સૈનિક દેવેન્દ્ર શુક્લાએ જણાવ્યું હતું કે જ્યારે દેશને જરૂર પડે અમે દેશ સેવા માટે તૈયાર છીએ. ભારત દેશની સેવા એજ અમારો જીવનમંત્ર છે. દેશ સેવામાં નિવૃતિ હોય જ નહી. દેશની હાકલ થાય એટલે સૈનિક ફરજ પર હાજર થઈ જાય એ સૈનિકનો સ્વભાવ છે. આ જ્યારે પોલીસ ખડેપગે પોતાની ફરજ નિભાવી રહી છે ત્યારે અમે પણ અમારી સ્વૈચ્છિક ફરજ સમજ રાષ્ટ્ર સેવા કરી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!