ફિલ્ડ લેવલના કર્મચારીઓ અને તરવૈયાઓને સઘન તાલીમ આપી સજ્જ રાખીએ – કલેકટર સંદીપ સાગલે

ફિલ્ડ લેવલના કર્મચારીઓ અને તરવૈયાઓને સઘન તાલીમ આપી સજ્જ રાખીએ – કલેકટર સંદીપ સાગલે
  • પાલનપુર મુકામે કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન પ્લાનની બેઠક કમ વિડીયો કોન્ફરન્સ યોજાઇ
  • ભારે વરસાદ, પૂર અને વાવાઝોડા જેવી પરિસ્થિતિના સામના માટે સજ્જ રહેવા કલેકટરશ્રીએ તંત્રને સુચના આપી

પાલનપુર,
પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને ભારે વરસાદ-પૂર અને વાવાઝોડા જેવી પરિસ્થિરતિના આગોતરા આયોજન અંગે પ્રિ-મોન્સુન પ્લાડનની અધિકારીઓ સાથે બેઠક કમ તાલુકાના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજાઇ હતી. બેઠકમાં ભારે વરસાદ, પૂર અને વાવઝોડા જેવી પરિસ્થિતિના સામના માટે નક્કર આયોજન કરવા કલેકટરશ્રીએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને સુચના આપી ઉપયોગી માર્ગદર્શન અને જરૂરી સુચનાઓ આપી હતી.

આ બેઠકમાં કલેકટરશ્રી સંદીપ સાગલેએ જણાવ્યું કે અત્યારે વહીવટીતંત્રના સૌ અધિકારીઓ- કર્મચારીઓ કોરોનાની વૈશ્વિક મહામારીનો મક્કમ મુકાબલો કરી રહ્યા છે. બીજીબાજુ બનાસકાંઠા જિલ્લામાં તીડ પણ આવવાની શક્યતા છે અને હવે આગામી ચોમાસામાં ભારે વરસાદ, પૂર અને વાવાઝોડા જેવી પરિસ્થિતિના સામના માટે કરવાની થતી કામગીરી માટે સજ્જ રહીએ. તેમણે ચોમાસાને અનુલક્ષી જયાં વધારે પાણી ભરાતુ હોય ત્યાંા પાણીના નિકાલ અંગે, નીચાણવાળા વિસ્તાસરોમાં રહેતા લોકોને જરૂર પડયે સલામત સ્થ‍ળે ખસેડવા અને જરૂરી સહાય આપવા અંગે ગ્રામ્યા કક્ષા સુધી જરૂરી આયોજન કરવા તથા તેની અધિકારીઓ અને કર્મચારીઓને ફરજ સોંપી તેની જિલ્લાઅ કક્ષાએ જાણ કરવા, ચોમાસાની સીઝનમાં સજાગ રહેવા તથા જિલ્લામાં કોઇપણ ઘટના બને ત્યાલરે તરત જ આપણા તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી કલેકટરશ્રી સહિત વરિષ્ઠ્ અધિકારીઓને જાણ કરવા અધિકારીઓને સુચના આપી હતી. તેમણે રેઇન ગેજની ચકાસણી કરવા, જિલ્લામાં આવેલ દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર ડેમની મરામત અને દરવાજા ગ્રીસીંગ વગેરે કામગીરી સત્વરે પૂર્ણ કરવા જણાવ્યું હતું.

કલેકટરશ્રીએ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ફિલ્ડ લેવલના કર્મચારીઓ અને તરવૈયાઓને સઘન તાલીમ આપી સજ્જ રાખવા જણાવ્યું હતું. તેમણે સંબંધિત અધિકારીઓને તાલુકા અને નગરપાલિકાઓનો ડિઝાસ્ટરર પ્લા ન બનાવી તાકીદે મોકલી આપવા જણાવ્યું હતું. ઉપરાંત પૂર-રાહતનાં સાધનો ચકાસી લેવા, આશ્રય સ્થાાનોના કોન્ટેવકટ નંબર મેળવી લેવા જણાવ્યુંપ હતું. રાહત અને બચાવ માટે બોટ સાથે તરવૈયા રાખવા અંગે આગોતરૂ આયોજન કરવા પોલીસ વિભાગને જણાવ્યું હતું. શહેરી વિસ્તારમાં મામલતદારશ્રીઓ અને ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા વિકાસ અધિકારીશ્રીઓએ નાનામાં નાની બાબતો આવરી લઇ પ્લામન બનાવવા કલેકટરશ્રીએ જણાવ્યુંા હતું.

પૂર આવવાનું હોય ત્યારે સમયસર ચેતવણી આપવી, વીજ પુરવઠો જાળવવા, રસ્તાઓના ડેમેજ સમયે તાત્કાલીક મરામત માટે ટુકડીઓ તૈયાર રાખવી, આરોગ્યવ કેન્દ્રુ તથા હોસ્પીનટલોમાં પુરતી દવાઓનો જથ્થો રાખવા તેમણે જણાવ્યું હતું. વરસાદના સમયે જોખમ હોય તેવા પાણીના વહેણમાં બસ ન ઉતારવા અંગે ડ્રાયવરોને તાલીમ આપવી, ભારે વરસાદની ખેડૂતો અને પશુપાલકોને અગાઉથી જાણ કરી તેમના જાન-માલ અને પશુપાલનને બચાવવા શું કરી શકાય તેની સુચનાઓ આપવી, પાણી વિતરણની વ્યવસ્થા જાળવવી, શાળાના બાળકોની સંભાળ માટે શિક્ષકોને તાલીમ આપી સજ્જ કરવા સહિત તમામ વિભાગો એકબીજાના સંકલનમાં રહી ચોક્કસાઇપૂર્વક કામગીરી કરે તે માટેનું આયોજન અત્યારથી જ કરવા જણાવ્યું હતું.

કલેકટરશ્રીએ અધિકારીઓને જણાવ્યુંી કે બનાસકાંઠા જિલ્લામાં વર્ષ-૨૦૧૫ અને ૨૦૧૭ માં આવેલ પૂરના સમયે વહીવટીતંત્રએ ખુબ સારૂ કામ કર્યુ હતું તે અનુભવમાંથી પણ શીખ મેળવી નક્કર આયોજન અને કામગીરી કરવા જણાવ્યું હતું. ભારે વરસાદના સમયમાં કોમ્યુનિકેશન માટે સંપર્ક જળવાઇ રહે તે માટે વાયરલેસ સેટ સહિતની સુવિધા તૈયાર રાખવા અને મોકડ્રીલ યોજવા અંગે પણ સુચના આપવામાં આપવામાં આવી હતી.

બેઠકમાં જિલ્લાઆ વિકાસ અધિકારીશ્રી અજય દહીયા, નિવાસી અધિક કલેકટરશ્રી એલ.બી.બાંભણીયા, પાલનપુર પ્રાંત અધિકારીશ્રી એસ.ડી.ગિલવા સહિત તાલુકા મથકોએથી પ્રાંત અધિકારીઓ, મામલતદારશ્રીઓ અને તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ વિડીયો કોન્ફરન્સમાં જોડાયા હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!