નેનપુર : ગેરકાયદેસર રીતે પશુ માંસનું વેચાણ કરતાં બે ઈસમો ઝડપાયાં
નડિયાદ : મહેમદાવાદ તાલુકાના નેનપુર તાબે નિઝામપુરામાં રહેતાં ફારૂકમીયાં ગુલામમીયાં મલેક તેના ઘર પાસેના છાપરાં નીચે પશુનું માંસ વેચતા હોવાની બાતમી મહેમમદાવાદ પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે ગતરોજ બપોરના સમયે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડ્યો હતો.. જ્યાં ફારૂકમીયાં મલેક અને સોહિલમીયાં યાકુબમીયાં મલેક માંસનું કટીંગ કરતાં હોઈ પોલીસે બંને ઈસમોની અટકાયત કરી હતી. તેમની પાસે માંસનું વેચાણ કરવાનું લાયસન્સ કે પરમીટ ના હોઈ પોલીસે ત્યાંથી મળી આવેલ રૂ.4500 કિંમતનો 45 કિલો પશુ માંસનો જથ્થો જપ્ત કર્યો હતો. અને ગેરકાયદેસર રીતે પશુ માંસનું વેચાણ કરતાં ફારૂકમીયાં ગુલામમીયાં મલેક અને સોહિલમીયાં યાકુબમીયાં મલેક સામે પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધ અધિનિયમની કલમ 11(એલ) મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : સંકેત સુથાર (નડિયાદ)