વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મનરેગા યોજના બની સ્થાનિક રોજગારીનું માધ્યમ

વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મનરેગા યોજના બની સ્થાનિક રોજગારીનું માધ્યમ
Spread the love
  • મનરેગા દ્વારા ઘર આંગણે રોજગારી મળી રહી છે તેની ખુશી છે શ્રમજીવીઓના ઉદગારો….
  • સાવલી તાલુકાના તુલસી પુરા માં ૫૦ ઉપરાંત શ્રમિકો તળાવ ઊંડું કરવાના કામમાં જોતરાયા છે
  • વડોદરા જિલ્લામાં મનરેગા હેઠળ ૪૬૧૩ શ્રમજીવીઓ રોજગારી મેળવી રહ્યા છે: ૧૫૩૭૨ માનવ દિન રોજગારીનું સર્જન
  • કોરોના કહેર વચ્ચે શ્રમિકોને વેતન પેટે રૂ. ૩૨.૨૭ લાખની રકમ તેમના ખાતામાં જમા થઈ

વડોદરા,
રાજ્ય સરકાર દ્વારા સુફલામ સુફલામ્ જળ અભિયાન-૨૦૨૦ હેઠળ ત્રીજા તબક્કામાં જળ સંચય જળ સંગ્રહના કામો હાથ ધરવામાં આવ્યા છે. વડોદરા જિલ્લા માં લોક ડાઉન હળવું કરવાને પગલે સલામત વિસ્તારોમાં મળેલી છૂટછાટો ની મર્યાદાઓમાં આ કામો હાથ ધરવામાં આવ્યા છે. લોક ડાઉન ની પરિસ્થિતિમાં મનરેગા દ્વારા ઘર આંગણે રોજગારીનો અવસર મળ્યો છે તેની ખુશી વ્યક્ત કરતા સાવલી તાલુકાના તુલસી પુરા ગામના હર્ષદભાઈ જણાવે છે કે સામાન્ય દિવસોમાં તો અમોનેં છૂટક રોજગારી મળતી હતી.પરંતુ લોક ડાઉન ની પરિસ્થિતિમાં ઘર બંધી થતાં રોજગારીનો પ્રશ્ન ઊભો થયો હતો. મનરેગા હેઠળ ગામમાં તળાવ ઊંડું કરવાનું કામ શરૂ થતાં ગામના જ પચાસ જેટલા શ્રમિકોને ઘર આંગણે રોજગારી મળી રહી છે.

કોરોના કહેર વચ્ચે લોક ડાઉન માં ક્યાંય બહાર જવાય એવી સ્થિતિ નથી ત્યારે અમોને ઘરે બેઠા રોજગારી મળી રહી છે,એમ જણાવતાં હર્ષદભાઈ કહે છે કે કામનું વેતન પણ અમારા બેંક ખાતામાં સમયસર જમા થઈ જાય છે.
સંકટની આ ઘડીમાં સરકાર સાચે જ અમારી વ્હારે આવી રોજગારી પૂરી પાડી છે તેમ હર્ષદ ભાઈ એ જણાવ્યું હતું.
ગામના સરપંચ સીમાબેન જણાવે છે કે કોરોના સંકટ ને કારણે જરૂરિયાત મંદો ને ઘરે બેઠા રોજગારી મળે તે માટે ગામમાં મનરેગા હેઠળ તળાવ ઊંડું કરવામાં આવી રહ્યું છે.સરકારની ગાઈડ લાઈન મુજબ સામાજિક અંતર જાળવવા સાથે શ્રમિકોને માસ્ક, સેનેતાઈઝર , છાયડો,પીવાના પાણીની વ્યવસ્થા અને છાસ નું વિતરણ કરવામાં આવે છે.સ્થાનિક કક્ષાએ રોજગારી મળતા શ્રમિકો ને રાહતની લાગણી થઇ છે. કોરોના સંકટ સામે લડવાની સાથે વડોદરા જિલ્લામાં સુજલામ સુફલામ્ જળ અભિયાન હેઠળ રૂ.૭૩૧ લાખના ખર્ચે જળ સંચય જળ સંગ્રહના ૩૨૯ જેટલા કામો હાથ ધરવામાં આવ્યા છે.

વડોદરા જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા હેઠળ ૧૬૯ ગ્રામ પંચાયતોમાં ૪૨૫ કામો હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યુ છે એવી જાણકારી આપતા એ.પી.ઓ પ્રતીક્ષા બેને જણાવ્યું કે જિલ્લામાં હાલમાં મનરેગા હેઠળ તળાવ ઊંડા કરવા,ખેતર પાળા, કાંસ સફાઈ અને ખેત તલાવડી ના ૪૨૫ કામો ચાલી રહ્યા છે. જે પૈકી ૪૦ કામો પૂર્ણ કરી ૧૫,૩૭૨ માનવ દિન રોજગારી ઊભી કરવામાં આવી છે. અને ૪૬૧૩ જેટલા શ્રમજીવીઓ રોજગારી મેળવી રહ્યા છે.આ શ્રમજીવીઓને અત્યાર સુધી વેતન પેટે રૂ.૩૨.૨૭ લાખની ચુકવણી તેમના બેંક ખાતા માં જમા કરાવવામાં આવી છે.
વડોદરા જિલ્લામાં મનરેગા હેઠળ માત્ર બે દિવસમાં ૭૦ જેટલા કામો નું પણ અસરકારક આયોજન કરવામાં આવ્યુ છે. તેમણે જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારોમાં કાંસ સફાઈ,તળાવ ઊંડા કરવા અને ખેત તલાવડી ના કામો ચાલી રહ્યા છે.સામાજિક અંતર જાળવવા સાથે માસ્ક પહેરીને શ્રમિકો કામગીરી કરી રહ્યા છે.શ્રમિકોને મનરેગા હેઠળ નિયમોનુસાર વેતન પણ ચૂકવવામાં આવે છે. ટેક.આસિસ્ટન્ટ શ્રી ધર્મેશભાઈ કહે છે કે સાવલી તાલુકાની અન્ય ગ્રામ પંચાયતોમાં મનરેગા હેઠળ કામો શરૂ કરવામાં આવ્યા છે જેને પરિણામે સ્થાનિક લોકો ને રોજગારી મળી રહી છે. વડોદરા જિલ્લામાં સુજલામ સુફલામ્ જળ અભિયાન હેઠળ વિવિધ વિભાગો દ્વારા ૧૩૦ તળાવ ઊંડા કરવાના અને ૫૫ જેટલા કાસ, કેનાલ સફાઈના કામો સહિત કુલ ૧૮૫ કામો શરૂ કરવામાં આવ્યા છે. જે પૈકી રૂ.૪૬.૬૮ લાખના ખર્ચે ૨૯ કામો પૂર્ણ થયા છે. અને ૧૫૦૦૨૫ ઘન મીટર માટીનું ખોદકામ કરવામાં આવ્યું છે.જિલ્લામાં તબક્કાવાર વધુ કામો શરૂ કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં જળ સંચય જળ સંગ્રહના કામો હાથ ધરાતા જળ સંચય થતાં ભૂગર્ભ જળ ઊંચા આવશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!