કોરોનાના 107 સંક્રમિત કેસોની વચ્ચે અરવલ્લીનું આરોગ્યતંત્ર સતત સજાગ

Spread the love
  • અહીં આ 2500થી વધુ સગર્ભા બહેનોની દિવસ-રાત કાળજી રખાય છે

ગાંધીનગર,
કોરોનાના સંક્રમણની વચ્ચે સગર્ભા બહેનોની ચિતા વધી જાય તે સ્વાભાવિક છે. આરોગ્યની આ વિષમ પરિસ્થિતિમા રાજ્ય સરકાર અને તેના દ્વારા સંચાલિત વિવિધ આરોગ્યકેન્દ્રો માટે ધાત્રી માતાઓની કાળજી રાખવાની જવાબદારી બેવડાઈ જાય છે.

અરવલ્લી જિલ્લમાં અત્યાર સુધી નોંધાયેલ ૨૬૯૧ સર્ગભાઓ પૈકી ૨૫૫૪ સગર્ભા બહેનોને ટી-ટીના બુસ્ટર ડોઝ , ૨૪૬૨ બહેનોને પ્રથમ એન્ટીનેટલ સેવા, ૨૨૦૭ બહેનોને દ્વિતીય એન્ટીનેટલ સેવા તેમજ ૧૩૧૧ બહેનોને તૃતીય એન્ટીનેટલ સેવાઓ આપવમાં આવી છે.
અહીં કોરોના વાયરસને લઇ ૧૦૭ લોકો સંક્રમિત થયા છે. આ સમયે કોરોનાનું સંક્રમણનું સૌથી વધુ જોખમ સર્ગભાઓ,ધાત્રી માતાઓ અને નાના બાળકો પર હોય છે, ત્યારે આવી કોરોનાની કપરી પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ કરી તેમના આરોગ્યની ખાસ દરકાર રાખવામાં આવી રહી છે.

અરવલ્લી જિલ્લાના ૭૦૦થી વધુ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે, જેમાં દર બુધવારે મમતા દિવસ નિમિત્તે ગામની સર્ગભા, ધાત્રીમાતા, નાના બાળકોને રસીકરણ તેમજ કિશોરીઓ ટેબલેટ વિતરણ અને આરોગ્ય વિષયની જાણકારી આપવામાં આવે છે.

છેલ્લા કેટલાક સમયથી અરવલ્લીમાં કોરોનો વ્યાપ ગ્રામ્ય વિસ્તારમાં વ્યાપતા આંગણવાડી કેન્દ્રની કાર્યકર અને તેડાગર બહેનો સર્ગભાઓ કોરોનાથી સંક્રમિત ન થાય તે રીતે રસીકરણનું ખાસ આયોજન હાથ ધર્યુ છે.

કન્ટેન્ટમેન્ટ વિસ્તાર સિવાયની આંગણવાડી કેન્દ્રમાં માત્ર મર્યાદિત એવા પાંચ-પાંચની સંખ્યામાં માતા-બાળકને બોલાવવામાં આવે છે. જેમને સામાજીક અંતર સાથે બેઠક વ્યવસ્થા કરી તેમના રસીકરણ કર્યા બાદ અન્ય સર્ગભાઓને બોલાવવ માં આવે છે. આરોગ્ય કાર્યકર દ્વારા ફરજીયાત માસ્ક, હેન્ડ ગ્લોવઝ તેમજ હાથ સેનિટાઇઝ કર્યા બાદ જ રસીકરણ કરાય છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!