ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં  મનરેગાના ર૯,૮૬૯ કામો પર ૬.૮૦ લાખ શ્રમિકોને રોજગારી મળતી થઇ

Spread the love
  • ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ યોજનાકીય કામો પૂન: ધબકતા થતાં ગ્રામીણ શ્રમિકોને પ્રવર્તમાન સ્થિતીમાં આજીવિકા-આર્થિક આધાર મળ્યો

ગાંધીનગર,
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન પરિસ્થિતીમાં રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ યોજનાકીય કામોમાં શ્રમિકોને રોજગારી મળે, આજીવિકા મળતી થાય તે હેતુસર મનરેગાના કામો વ્યાપક બનાવવા જિલ્લાતંત્રોને પ્રેરિત કર્યા છે.

શ્રી વિજયભાઇ રૂપાણીના આ દિશાનિર્દેશો અનુસાર સમગ્ર રાજ્યમાં ૩૩ જિલ્લાઓની ૬પ૯ર ગ્રામ પંચાયતો દ્વારા આવાં કામો શરૂ કરવામાં આવ્યા છે.  મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ મનરેગા કામોની વધુ વિગતો આપતાં કહ્યું કે, આ ગ્રામ પંચાયતોમાં ર૯,૮૬૯ કામોથી ૬,૭૯,૮૪ર શ્રમિકો રોજગારી મેળવતા થયા છે.

તેમણે ઉમેર્યુ કે, આવા કામો પર આવતા શ્રમિકો માટે સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનું પાલન પણ કરાવાય છે.
રાજ્યમાં મનરેગાના આવાં કામો અંતર્ગત વનબંધુ જિલ્લા દાહોદમાં સૌથી વધુ એટલે કે ૧,૦૬,૯પ૬ શ્રમિકોને રોજગારી મળી છે એમ પણ મુખ્યમંત્રીશ્રીના સચિવે જણાવ્યું હતું.

Admin

Admin

9909969099
Right Click Disabled!