ચાર્ટર્ડ ફ્લાઇટ્સને પણ અપાઈ મંજૂરી

ચાર્ટર્ડ ફ્લાઇટ્સને પણ અપાઈ મંજૂરી
Spread the love

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંકટ કાળની વચ્ચે ગઈ કાલથી સ્થાનિક હવાઈ સેવાને મંજૂરી આપવામાં આવી હતી. જોકે રાજ્યોના નિયમોને કારણે કેટલીક ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી અને પ્રવાસીઓને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. સિવિલ એવિયેશન મંત્રાલયે સ્થાનિક ચાર્ટર્ડ ફ્લાઇટ્સને પણ મંજૂરી આપી દીધી છે. મંત્રાલયનું કહેવું છે કે ફિક્સ્ડ વિંગ એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને માઇક્રો લાઇટ એરક્રાફ્ટની બધી નોન શિડ્યુલ્ડ અને ખાનગી ઓપરેટર કામગીરી શરૂ કરી શકે છે. આ સંબંધમાં મંત્રાલયે દિશા-નિર્દેશ જારી કર્યા છે.

આ દિશા-નિર્દેશ મુજબ જો કોઈ વ્યક્તિગતરૂપે ચાર્ટર્ડ હેલિકોપ્ટર માટે ટિકિટ બુક કરે છે તો સેનિટાઇઝેશનથી સંકળાયેલા બધા નિયમોનું પાલન કરતાં હેલિપેડ અથવા હેલિપોર્ટ પર મિનિમમ કોન્ટેક્ટની સાતે બોર્ડિંગ પાસ જારી કરવામાં આવશે. પ્રવાસીએ રવાના થવાના 45 મિનિટ પહેલાં એરપોર્ટ, હેલિપેડ અથવા હેલિપોર્ટ પર પહોંચી જવું પડશે. સિનિયર સિટિઝન, ગર્ભવતી મહિલાઓ અને બીમાર લોકોને હવાઈ સેવાથી બચવાની સલાહ આપવામાં આવી છે. જોકે એર એમ્બ્યુલન્સને મામલે એવી કોઈ જોગવાઈ નથી કરવામાં આવી.

DGCA દ્વારા શિડ્યુલ્ડ ઘરેલિ પ્રવાસી ફ્લાઇટ્સ માટે ભાડા પર લગાવેલી મર્યાદા ચાર્ટર્ડ ફ્લાઇટ માટે માન્ય નહીં હોય. એનું ભાડું ઓપરેટર અને પ્રવાસીની વચ્ચે આપસી સહમતીથી નક્કી થશે. સેનિટાઇઝેશન, માસ્ક અને આરોગ્ય સેતુ એપથી સંકળાયેલી અન્ય શરતો લગભગ સરખી રહેશે, જેવી શિડ્યુલ્ડ ઘરેલુ પ્રવાસી ફ્લાઇટ્સ માટે છે. આંતરરાજ્ય હવાઈ સેવા શરૂ થઈ હતી. જોકે રાજ્યોના અક્કડ વલણને કારણે અડધાથી વધુ ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. રાજ્યોના પ્રવાસીઓ માટેના અલગ-અલગ ક્વોરોન્ટાઇનાના નિયમોને લીધે અસમંજસભરી સ્થિતિ જોવા મળી હતી.

charter-2-1536x560.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!