મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ
Spread the love

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને એનસીપી સુપ્રીમો શરદ પવાર વચ્ચે સોમવારે મોડી રાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું એવી માહિતી આપતાં શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે મંગળવારે ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર મજબૂત છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસના ઘટનાક્રમ પર નજર નાખવામાં આવે તો રાજ્યમાં રાજકીય સંકટ તોળાઈ રહ્યું હોવાના સંકેત મળી રહ્યા છે અને આ બાબતને ધ્યાનમાં લેતાં જ શિવસેનાએ સરકારને અસ્થિર કરવાના પ્રયાસો બૂમરેંગ થશે એવી ચીમકી ઉચ્ચારી છે.

બંને નેતાઓ વચ્ચેની બેઠક લગભગ દોઢ કલાક જેટલી ચાલી હતી એમ જણાવતાં તેમણે ઠાકરેના નેતૃત્વ હેઠળની સરકારની સ્થિરતા વિશેની અટકળોને રદિયો આપ્યો હતો. જોકે, આ બંને નેતાઓ વચ્ચે કયા વિષયો પર વાત થઈ હતી તેની માહિતી સંજય રાઉતે આપી નહોતી. આ પહેલાં શરદ પવાર અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી વચ્ચે મુલાકાત થઈ હતી. એક જ દિવસમાં થયેલી આ બે બેઠકોને કારણે અટકળોની બજાર તેજ થઈ હતી.

છેલ્લા થોડા દિવસના ઘટના ક્રમ પર ધ્યાન આપવામાં આવે તો રાજ્યમાં ત્રિપક્ષી સરકારનું ગઠન કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા સંજય રાઉત રાજ્યપાલને મળવા ગયા, પછી તેઓ શરદ પવારને મળવા ગયા. શરદ પવાર રાજ્યપાલને પ્રફુલ્લ પટેલની હાજરીમાં મળવા ગયા અને પછી સંજય રાઉતની હાજરીમાં ઉદ્ધવ ઠાકરેને મળવા ગયા. કોંગ્રેસના એકેય નેતા ઉદ્ધવ ઠાકરે કે શરદ પવારની સાથે જોવા મળતા નથી. શરદ પવારની રાજ્યપાલ સાથેની મુલાકાત બાદ અચાનક આટલા દિવસથી શાંત બેઠેલા નારાયણ રાણે રાજ્યપાલને મળવા ગયા અને સરકારને બરખાસ્ત કરવાની માગણી કરી નાખી.

મંગળવારે કોંગ્રેસના પીઢ નેતા સંજય નિરુપમે કોંગ્રેસના નેતાઓને સલાહ આપી કે રાજ્યની ત્રિપક્ષી સરકારમાંથી બહાર નીકળી જવાનો આ જ યોગ્ય સમય છે. આ બધાની વચ્ચે શિવસેના તરફથી નામ લીધા વગર મંગળવારે એવી ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી કે વિપક્ષ દ્વારા મહારાષ્ટ્રની સરકારને અસ્થિર કરવાના પ્રયાસો બૂમરેંગ થશે. આ પહેલાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ રાજ્યપાલની મુલાકાત લઈને કોરોનાના સંકટને નાથવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાનું જણાવી ચૂક્યા છે.

262173-550349-uddhav.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!