પાક દ્વારા ભારે તોપમારો
જમ્મુ: પાકિસ્તાનની સેનાએ મંગળવારે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી ખાતે નિયંત્રણ રેખા પર ફાયરિંગ અને તોપમારો કર્યો હતો જેને ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો હતો. પાકિસ્તાનના લશ્કરી દળોએ મંગળવારે વહેલી સવારે પૂંચના બાલાકોટ વિસ્તારમાં એલઓસી પર મોર્ટાર તોપમારો કરી યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો, જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. જોકે, ગોળીબાર દરમિયાન જાનહાનિના કોઇ સમાચાર નથી.