કોવિડ-૧૯ સ્પેશિયલ ટ્રેનમાં ટોકનનો કૌભાંડી કોણ..? ફ્રી વાળુ ટોકન ૨૦૦ રૂપિયામાં વેચાયું…!!

કોવિડ-૧૯ સ્પેશિયલ ટ્રેનમાં ટોકનનો કૌભાંડી કોણ..? ફ્રી વાળુ ટોકન ૨૦૦ રૂપિયામાં વેચાયું…!!
Spread the love

છેલ્લા ઘણાં સમયથી કોરોના મહામારી વચ્ચે ઝઝૂમી રહ્યા પ્રવાસી મજૂરોને હાલના સમયે ગુજરાત સરકાર તેમના વતન પોહચાડવા અડીખમ બની સરાહનીય કામગીરી કરી રહી છે, પરંતુ સરકાર નાક નીચે કામ કરી રહેલા અધિકારીઓ-એજન્ટોએ સરકારની નાક કપાવાની સુપારી લઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. ગુજરાત સરકારે પ્રવાસી મજૂરો માટે તેમના વતન પોહચાડવા સ્પેશિયલ ટ્રેન ફ્રીમાં દોડવાની મંજૂરી આપી હતી. પરંતુ કેટલાક કાર્યકર્તાઓ અને એજન્ટો પ્રવાસી મજૂર પાસેથી ૨૦૦ રૂપિયા લઈ પડ્યા ઉપર પાટું મારી રહયા છે અને ગુજરાતની છબી ખરાબ કરી રહ્યા છે.

અમદાવાદના વસ્ત્રાલ પાસેથી ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ અન્ય રાજ્યના મજૂરો પોતાના વતન જવા માટે તેમની પાસેથી એક વ્યક્તિ દીઠ ૫૭૫ ભાડુ વસુલવામાં આવ્યું હતું. પરંતુ જ્યારથી ગુજરાત સરકારે ફ્રી કર્યું ત્યારથી હવે માત્ર ચા પાણી માટે ૨૦૦ રૂપિયાની વસૂલી કરવામાં આવી રહી છે…? જ્યારે ટિકિટના ટોકન પર સાફ અક્ષરો માં લખેલું છે કે નિઃશુલ્ક અને ફ્રી છે છતાં વચેટિયાઓ દ્વારા ૨૦૦ રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે. આ ટોકન સરસરપુરમાં ભાજપ કાર્યાલય પાસેથી એજન્ટના માધ્યમથી ખરીદવામાં આવ્યું છે. ત્યારે કાર્યલય સાથે સંકળાયેલા કાર્યકર્તાઓ દ્વારા મરિયમ બીબી ચાલીના આસપાસના વિસ્તારોમાં ટોકનના ૨૦૦ રૂપિયા વસુલવામાં આવી રહ્યા છે,શુ આ વાતથી અજાણ છે રાજયના ગૃહ મંત્રી..? કે પછી તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ..જેવી રમત ચાલી રહી છે…!

કોવિડ-૧૯ સ્પેશિયલ ટ્રેન શરૂ કરી ત્યારે ગુજરાતના ગ્રહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાને સાથે રાખી એક ટ્રેનને હરી ઝડી બતાવી સરકારનું વિશ્વાસ જીતી લીધું. પરંતુ બીજી ટ્રેનમાં ગ્રહમંત્રી ને જાણ કર્યા વગર જ લોલમ લોલ ટિકિટમાં થવા લાગી અને એજન્ટો માટે આ લોકડાઉન આશીર્વાદ સમાન બની ગયું. કારણ કે ગરીબ મજૂર પાસેથી મન ગમતું ભાડુ લઈ ગુજરાતની છબી ને બદનામ કરી રહ્યા છે. અને કેટલાક લોકો આ લોકડાઉનમાં કરોડપતિ બની ગયા.

લોકડાઉનમાં વેપારીઓએ તો આમ જનતાના ખિસ્સામાં કાતર મારવાની ચાલુ જ રાખી છે ત્યારે હવે મુસાફરીઓને ટિકિટો આપી પણ હવે ખિસ્સા કાતરવાના ચાલુ કરી દીધા છે..હજુ ગુજરાતની જનતાને આવા લૂંટારુઓથી કેટલું લૂંટાવાનું છે તે તો સમયજ બતાવશે..! સરકાર જો તત્કાલ પગલાં નહીં ભરે તો આમ જનતા કોરોનાથી નહીં પણ ભૂખમરાથી અને આવા લૂંટારુઓના ત્રાસથી ત્રાહિમામ થઈ જશે.. લૂંટારુંઓના આ કૌભાંડ થી છેલ્લી બે ટ્રેન રદ્દ કરવી પડી છે.

હવે તપાસનો વિષય એ છે કે અમદાવાદ સરસપુરમાં ટોકન આપવામાં આવી રહ્યા છે તે ટોકન કોણ આપે છે..? અને કોણ કોણ સામેલ છે..?સૂત્રો દ્વારા મળી રહેલ માહિતી પ્રમાણે આ ટોકનમાં રાજનીતિ નેતા ટોકન વેચી લોકડાઉનના દિવસોમાં પૈસા કમાવી લોકડાઉન સુધારી રહ્યા છે…!?

રવિન્દ્ર ભદોરીયા (ગાંધીનગર)

01

Admin

Ravindra Bhadoria

9909969099
Right Click Disabled!