અરવલ્લી LCB પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી કારમાંથી ૪૯ હજારનો દારૂ ઝડપ્યો
- અરવલ્લી જીલ્લામાં લોકડાઉનની અમલવારીમાં વ્યસ્તનો ફાયદો ઉઠાવી બુટલેગરો મસ્ત બન્યા ? કે પછી પોલીસ ની રહેમનજર થી ચાલતો વેપલો ? અનેક સવાલો ઉભા થયા
લોકડાઉનમાં ભલે પાન-મસાલા ગુટખાની કુત્રિમ તંગી સર્જાઈ હોય પરંતુ દેશી-વિદેશી દારૂની રેલમછેલ યથાવત રહી છે મોડાસા શહેરમાં ઘરે અને એક્ટિવા પર હોમડિલિવરી આપતાં પિન્ટુ જયસ્વાલ નામના નામચીન બુટલેગરની કારને બાતમીના આધારે જીલ્લા એલસીબી પીઆઈ મનીષ વસાવા અને તેમની ટીમે ફિલ્મી ઢબે પીછો કરતા બુટલેગર સાર્વજનિક હોસ્પિટલ નજીક આવેલ ડબગરવાડા નજીક કારને મૂકી રફુચક્કર થઇ જતા એલસીબી પોલીસે કારમાંથી રૂ.૪૯૮૦૦/- વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોડાસા શહેરમાં વિદેશી દારૂનો ઘરેથી અને હોમડિલિવરી કરતા નામચીન બુટલેગરની કારને એલસીબી પોલીસે ઝડપી પાડી ટાઉન પોલીસનું નાક વાઢી નાખ્યું હતું. બુટલેગરો ના ધંધા ની હરીફાઈમાં એક બીજા ને પછાડવા માટે હફતો નહિ મળતા થોડો ઘણો દારૂ પકડી સંતોષ માનવા મા આવી રહ્યો છે મોડાસા ના એક વહીવટદાર ના ગામમાં દારૂ જોઈએ તે સ્થળે ડીલીવરી કરવામાં આવી રહ્યા ની લોક ચર્ચાઓ ખાલીકપુર હોસ્પિટલ પાસે અને કડિયાવાડ વિસ્તારોમાં સહેલાઈથી દારૂ મળી જાય પણ પાણી ન મળે તેવી લોક ચર્ચા !!
પોલીસને આંખે અંધારાના પાટા છે ? કોવિડ 19 આવશ્યક સેવાના પોસ્ટર લગાવી મોટા પ્રમાણ માં રાજસ્થાન થઈ વાયા અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર પોલિસની છત્રછાયામાં વિદેશી દારૂ ના હેરફેરી ના રેકેટ માં પોલીસ પેટ્રોલિંગ કરી ને અમદાવાદ સહિત ગુજરાતના તમામ શહેરો માં ગુસાડવામાં આવી રહ્યા ની ફરિયાદી ઉઠી પણ કોઈને રસ નથી હવે માત્ર રૂપિયા રળવામાં જ રસ !!? મોડાસા શહેરમાં વિદેશી દારૂની હોમડિલિવરી આપતાં ચાર થી ૫ બુટલેગરો સક્રિય છે મોડાસા શહેરમાં વિદેશી દારૂના શોખીનોને ફોનની કે વોટ્સએપ્પ કોલિંગની એક જ રિંગ પર માંગો તેવી બ્રાન્ડનો અને મોંઘી શરાબ એક્ટિવા કે બાઈક પર ઘરે બેઠા કે ધંધા રોજગારના સ્થળે પહોંચાડવાનું રેકેટ ચાલી રહ્યું છે.
મોડાસા શહેરમાં હોમડિલિવરી માટે પંકાયેલા અને ગાંધીવાડા વિસ્તારમાં રહેતા પિન્ટુ નામનો બુટલેગર કારમાં વિદેશી દારૂ ભરીને પસાર થવાનો હોવાની જીલ્લા એલસીબીને બાતમી મળતા એલસીબી પોલીસે સાર્વજનિક હોસ્પિટલ નજીક વોચ ગોઠવી હતી કારમાં વિદેશી દારૂ ભરી પસાર થતા પિન્ટુ બુટલેગરે વોચમાં રહેલી એલસીબી પોલીસને જોઈ કારને ફુલસ્પીડે દોડાવતા એલસીબી પોલીસે પીછો કરતા સાર્વજનિક હોસ્પિટલ વિસ્તારમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.
પિન્ટુ જયસ્વાલે પોલીસ પકડથી બચવા ડબગરવાડા નજીક રોડ પર કાર નધણિયાત મૂકી એલસીબી પોલીસને ચકમો આપી નાસી છૂટતા એલસીબી પોલીસે ઝેન કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૯૬ કીં.રૂ.૪૯૮૦૦/- તથા કારની કીં.રૂ.૫૦૦૦૦/ મળી કુલ રૂ.૯૯૮૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ટાઉન પોલીસ સ્ટેશનમાં પંકજ કુમાર ઉર્ફે પિન્ટુ નવનીતભાઈ જયસ્વાલ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ ટાઉન પોલીસને સોંપતા ફરાર પિન્ટુ નામના બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
રિપોર્ટ : મહેન્દ્ર પટેલ (મોડાસા)