સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં હીટવેવ 43 ડિગ્રીને પાર કરતો પારો

સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં હીટવેવ 43 ડિગ્રીને પાર કરતો પારો
Spread the love
  • કોરોના કાળચક્ર અને  કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારતી જનતાનુ જીવન થયુ અસ્તવ્યસ્ત….

નનાનપુર : દેશભરમાં કોરોના નું કાળચક્ર તેનો કોરડો વીઝી રહ્યું છે ત્યારે ઉતર ગુજરાત સહિત ,અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ગરમીએ  માઝા મૂકતાં લોકો પરસેવે રેબઝેબ  થઇ રહ્યા છે આકાશમાં થી આગ ઓકતી અગનગોળા  વરસતા હોય તેમ લોકો અસહ્ય ગરમી માં પરેશાન થઈ રહી પ્રજા ગરમીએ તેની ઔકાત  નો જાણે  પ્રજાને પરચો બતાવી 43 ને પાર પારો માઝામૂકી ને લોકોને ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે  તો બીજી બાજુ લોકડાઉન મા છૂટછાટ ના કારણે ગામડાઓના લોકો પણ બજારોમાં ખરીદી માટે ઉમટી પડયા છે. કદાચ. આ બધા સંજોગો અને લોકો સ્વયં ડિસ્ટન્સ નહીં જાળવતા હોવાના કારણે કોરોના ના કેશો વધે તો નવાઇ નહીં હોય.

રેકર્ડબેક ગરમીના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યુ છે તો માનવજાત ઉપરાંત પશુ પંખી પણ ગરમીના  પ્રકોપના કારણે ત્રાહિમામ પોકારી રહ્યા છે ને હાલ ગરમીમાં કોઈ ઘટાડો થાય તેવા એંધાણ નથી કે ગરમી ઓછી થાય  એવા કોઈજ સંકેત લાગતા ન હોવાનું જાણકારો જણાવી રહ્યા છે જો આમજ અને આ જ પ્રમાણેની ગરમી પડતી રહેશે તો લોકો ઘરની બહાર પણ નહીં નીકળી શકે અને લોકડાઉન કોરોના ઉપરાંત ગરમીના લીધે લોકોનાં તમામ આયોજનો ખોરવાઈ જશે તેમાં કોઈ જ બે મત નથી દર વર્ષે ગરમી થી બચવા આઈસ્ક્રીમ, આઇસકેન્ડી બરફ ગોલા અને શેરડીના રસ કોલા તેમજ લસ્સી અને તરબૂચ લોકડાઉનમાં ખોવાઈ જતા ગરમી થી બચવાનો હવે કોઈ ઉપાયો હાલ પૂરતા નથી કોરોના મહામારીમાં ગરમીથી બચવા માટે ઘરમાં રહેવું અનિવાર્ય બની ગયું.

રિપોર્ટ : મહેન્દ્ર પટેલ (મોડાસા)

Admin

Admin

9909969099
Right Click Disabled!