જેતપુર : તૈયાર પાક નહિ વેચાતા ખેડૂતો મુશ્કેલીમાં…

જેતપુર : તૈયાર પાક નહિ વેચાતા ખેડૂતો મુશ્કેલીમાં…
Spread the love

કોરોનાના કહેરના હિસાબે સમગ્ર દેશમાં લોકડાઉન અને ધંધા રોજગાર બંધ હિસાબે ખેડૂતો ને પણ મુશ્કેલી પડી રહી છે, બધું બંધ હોય ત્યારે ખેડૂતોને તેના પાકનું વેચાણ કરવામાં ખુબ મુશ્કેલી પડી રહી છે, પાક નહીં વેંચતા ખેડૂતો પૈસા વગર પાયમાલની આરે આવી ગયા છે ખાસ જોવ જઈ તો કપાસના ભાવ છેલ્લા 20 વર્ષના તળિયે જોવા મળ્યા હતા. સૌરાષ્ટ્રમાં આ વર્ષે મોટાભાગના ખેડૂતોએ ખેતીના વાવેતરમાં કપાસનું વાવેતર કરેલ હતું. અંદાજિત ખેડૂતો દ્વારા 50 % ઉપર ની જમીનમાં કપાસનું વાવેતર કરેલ હતું, ત્યારે અતિ વૃષ્ટિને લઇને કપાસનો પાક ઓછો થયેલ હતો.

કપાસ ન આ ઉત્પાદન ની વાત કરીયે તો ખેડૂતો ને એક મણ ના કપાસ ના ઉત્પાદન માં સરેરાશ 600 રૂપિયા જેટલો ખર્ચો થાય છે ખેડૂતો ને આ વર્ષે પાક નો ઉતારો પણ ઓછો આવેલ છે, સામાન્ય રીતે ખેડૂતો ને 10 વીઘા માં 150 મણ કપાસ નું ઉત્પાદન આવ્યું છે જે જોતા ખેડૂતો ને હાલ મોટા પ્રમાણ માં નુકસાન જઈ રહ્યું છે, બીજી રીતે જોવા જઈ તો નીચા ભાવ હોય ખેડૂતો પોતાનો તૈયાર પાક વેચી નહીં સકતા આ તૈયાર કપાસ પોતાના ઘર માં જ રાખી મુકેલ છે, કારણ કે જો માર્કેટિંગ યાર્ડ માં વેચવા પણ જાય તો પણ નુકસાની જ આવે છે, અન્ય બીજી રીતે જોઈ એ તો કપાસ નો પાક વર્ષ માં માત્ર એક વખત જ લઈ શકાય છે.

જે જોતા કપાસ નું વાવેતર કરેલ ખેડૂતો ને આ વર્ષે કોઈ આવક નહીં થતા તેવો આવી રહેલ ચોમાસા ની સીઝન માટે વાવેતર કરવા ના પૈસા પણ નહિ હોતા મોટી મુશ્કેલી માં છે , અને જેની રોજી રોટી જેની માત્ર ખેતી આધારિત છે તેવા ખેડૂતો પાયમાલી ના આરે છે. આ વર્ષે ખેડૂત ચારે તરફ થી ઘેરાય ચુક્યો છે કારણે કે કપાસ ના ભાવ ઇતિહાસિક રીતે છેલ્લા 20 વર્ષ ના તળિયે પોહોચી ચુક્યા છે જે કપાસ 20 વર્ષ દરમિયાન ઓછા માં ઓછો 1200 રૂપિયા ઉપર હતો તે અત્યારે 600 રૂપિયા થી 700 રૂપિયા મળી રહેલ છે, ત્યારે એક તરફ સરકાર ખેડૂતો ને લાભ થાય અને ખેડૂતો નો પાક યોગ્ય ભાવે વેચાય તેવી વાતો કરે છે અને જાહેરાત કરે છે પરંતુ હકીકત કંઈક જુદીજ છે.

આ બાબતે ખેડૂત આગેવાનો ના કહેવા મુજબ સરકાર કપાસ ની ખરીદી ક CCI દ્વારા કરાવે છે તે માત્ર દેખાવ જ કરે છે તેવો આક્ષેપ કર્યો હતો, જયારે ખેડૂત પોતાનો કપાસ CCI માં લઈ જાય છે ત્યારે તે રિજેક્ટ કરવા સાથે ઘણા બહાના કાઢી ને ખરીદી ટાળવા માં આવે છે જેને પગલે ખેડૂતો હેરાન પરેશાન છે, સરકાર એક તરફ ખેડૂતો ના ઉધાર અને ઉથ્થાન ની વાતો કરે છે ખેડૂતો ને તેના પાક ના પૂરતા ભાવ ની વાતો કરે છે ત્યારે હાલ કપાસ નો ભાવ 20 વર્ષ ના તળિયે પોહોંચ્યો છે, કપાસ ની ખેતી કરતા ખેડૂતો ની હાલત ખુબજ કફોડી જોવા મળી રહી છે, જે જોતા સરકારે આ ખેડૂતો ની વહારે આવવું જોઈ અને તેવો ને યોગ્ય ન્યાય કરી ને તેના હિત માં પગલાં લેવા જોઈએ.

હરેશ ભાલીયા (જેતપુર)

Admin

Admin

9909969099
Right Click Disabled!