કડી પોલીસે સગેવગે કરેલી દારૂની બોટલોનો બીજો જથ્થો નર્મદા કેનાલમાંથી મળ્યો

કડી પોલીસે સગેવગે કરેલી દારૂની બોટલોનો બીજો જથ્થો નર્મદા કેનાલમાંથી મળ્યો
Spread the love

કોરોના વાયરસ નામની મહામારી ને હરાવવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન આપવામાં આવ્યું હતું ત્યારે લોકડાઉનના સમયગાળામાં દારૂની અછત ઉભી થતા કડી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ મેળાપીપણા દ્વારા દારૂ વેચવાનું શરૂ કર્યું હતું જેમાં રેન્જ આઈજી ને માહિતી મળતા તેમણે ઘટનાની તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસ સ્ટેશનના પી.આઈ.સહિત કેટલાક અધિકારીઓ ઉપર ગુન્હો નોંધવામાં આવ્યો હતો.લોકડાઉનના સમયગાળા માં કડી પોલીસ સ્ટેશનનું દારૂ પ્રકરણે જોર પકડ્યું છે જેમાં કેસ ના આરોપીઓ હજુ સુધી પોલીસ પકડ થી દુર રહેવા પામ્યા છે ત્યાં કડી પોલીસ દ્વારા સગેવગે કરવામાં આવેલો દારૂનો વધુ એક જથ્થો આદુંદરા ગામ પાસેથી પસાર થતી કેનાલમાંથી સ્થાનિક તરવૈયા ની મદદ થી શોધી કાઢવામાં તપાસ કરતી પોલીસ ને હાથ લાગ્યો છે. કડી પોલીસ સ્ટેશનના દારૂ પ્રકરણની ગાંધીનગર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

આ દરમિયાન પોલીસે આદુંદરા ગામ નજીકથી પસાર થતી કેનાલમાં તપાસ કરતા વધુ 309 જેટલી દારૂની બોટલો રિકવર કરી છે. આમ આ દારૂકાંડમાં અત્યાર સુધીમાં જુદા જુદા બે થી ત્રણ ઠેકાણેથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. બનાવની વિગત અનુસાર કડી પોલીસે પરપ્રાંતનો દારૂ પકડ્યા બાદ તેમાંથી દારૂનો ખૂબ મોટો જથ્થો સગેવગે કરી નાંખ્યો હતો અને તેમાંથી અમુક દારૂની બોટલો કડી પાસે આવેલી નર્મદા કેનાલમાં પધરાવી દેવાઈ હતી. આ બનાવમાં કડી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ ઓ.એમ દેસાઈ, બે પીએસઆઈ સહિત 9 પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. અગાઉ પણ નેશનલ ડિઝાસ્ટર રેસક્યૂ ફોર્સ ની ટીમે કડી નરસિંહપુરા ગામ પાસેની નર્મદા કેનાલમાંથી 132 દારૂની બોટલો શોધી કાઢી હતી. જે આરોપી પોલીસ અધિકારી-કર્મચારીઓએ પોતાનો ગુનો છૂપાવવા માટે કેનાલમાં નાંખી દીધી હતી.

રિપોર્ટ : ધવલ ગજ્જર (કડી)

IMG-20200523-WA0051.jpg

Admin

Dhaval

9909969099
Right Click Disabled!