કડીની વધુ એક કંપનીના કામદારોએ પગાર ના મળતાં હોબાળો મચાવ્યો

કડીની વધુ એક કંપનીના કામદારોએ પગાર ના મળતાં હોબાળો મચાવ્યો
Spread the love

કડી ની વાઇબ્રન્ટ કોટ ફેબ કંપનીના આશરે 50 જેટલા કામદારોએ છેલ્લા બે મહીનાનો પગાર નહિ મળવાને કારણે કંપની બહાર હોબાળો મચાવ્યો હતો. સમગ્ર દેશમાં કોરોના વાયરસ ના કારણે સંપૂર્ણ લોકડાઉન આપવામાં આવ્યું હતું ત્યારે સમગ્ર ઉદ્યોગ ધંધા બંધ થયી જતા કામદારો ને ઘેર બેસી રહેવાનો સમય આવ્યો હતો. જેમાં સરકાર ની ગાઈડલાઈન પ્રમાણે કામદારોને લોકડાઉનના સમયનું પૂરતું વેતન આપવામાં આવવું જોઈએ પરંતુ કેટલીક કંપનીઓ સરકારી આદેશનું ઉલ્લંઘન કરી કામદારોને લોકડાઉનના સમયગાળાનો પગાર નહિ આપતા કામદારોને ભૂખે મરવાનો સમય આવ્યો છે.

કડી જી.આઈ.ડી.સી.માં આવેલી વાઇબ્રન્ટ કોટ ફેબ કંપનીએ કામદાઓને છેલ્લા બે મહિનાથી પગાર નહિ ચૂકવતા 50 જેટલા કામદારોએ ગુરુવાર ના રોજ હોબળો મચાવ્યો હતો જેમાં તેઓએ કડી મામલતદાર તથા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હોવા છતાં પરીણામ શૂન્ય આવતા કંપની બહાર પગાર માટે ઉનાળાની કાળઝાળ ગરમીમાં હોબાળો મચાવ્યો હતો.કામદારોએ તાત્કાલિક તેમના મુદ્દાનો ઉકેલ નહિ આવે તો કડી-છત્રાલ હાઇવે ચક્કાજામ કરવાની પણ ચીમકી સાથે સાથે ઉચ્ચારી હતી.

રિપોર્ટ : ધવલ ગજ્જર (કડી)

IMG-20200528-WA0013.jpg

Admin

Dhaval

9909969099
Right Click Disabled!