આજે ગાંધીનગર જિલ્લામાં બે કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા

Spread the love
  • ચાર વ્યક્તિએ કોરોનાને પરાસ્ત કરતાં ડિસ્ચાર્જ કરાયો

 

ગાંધીનગર
ગાંધીનગર જિલ્લામાં તા.૨૭મી મે,ના સાંજના પાંચ કલાક બાદ કુલ- ૨ કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા છે. તેમજ ચાર દર્દીએ કોરોનાને પરાસ્ત કરતાં તેમને આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, તેવું જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.આર.રાવલે જણાવ્યું છે.

ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.આર.રાવલે જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લામાં તા. ૨૭મી મે, ૨૦૨૦ ના ૫.૦૦ કલાક બાદ દહેગામ તાલુકાના લવાડ ફાર્મમાં ૬૮ વર્ષીય અને કલોલ અર્બનમાં ૬૮ વર્ષીય પુરૂષને કોરોના પોઝિટીવ કેસ આવ્યા છે. તેમજ ગાંધીનગર તાલુકાના બે, દહેગામ તાલુકાના એક અને કલોલ તાલુકામાં એક મળી કુલ- ૪ કોરોનાના દર્દીઓએ કોરોનાને પરાસ્ત કરતાં તેમને આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં ત્રણ મહિલા અને એક પુરૂષ દર્દીનો સમાવેશ થાય છે.
અત્યાર સુધીમાં ગાંધીનગર જિલ્લામાં કુલ- ૧૨૯ કોરોનાના પોઝિટીવ કેસ આવ્યા છે. જેમાં ૨૮ દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે. તેમજ ૮૯ વ્યક્તિઓએ કોરોનાને પરાસ્ત કરતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત જિલ્લામાં ૨૬૮૯ વ્યક્તિઓનો લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યો છે.. ગાંધીનગર જિલ્લામાં ૩૪૮૯ હોમ કોરોન્ટાઇન, ૪૯ સરકારી ફેસીલીટી કોરોન્ટાઇન અને ૭૫ વ્યક્તિઓ ખાનગી ફેસેલીટી કોરોન્ટાઇન મળી કુલ- ૩૬૧૩ વ્યક્તિઓ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!