બાલાસિનોર એચ. ડી. એફ. સી બેન્ક દ્વારા રૂપિયા ૫૦ હજારની વસ્તુઓ નગરપાલિકાને અર્પણ
લુણાવાડા,
કોરોનાવાયરસની વૈશ્વિક મહામારીએ સમગ્ર વિશ્વ સહિત ભારત દેશને તેના ભરડામાં લીધું છે ત્યારે કોરોનાવાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે સરકાર દ્વારા અનેકવિધ સુરક્ષાના પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે મહિસાગર જિલ્લામાં પણ કોરોના સંક્રમિત દર્દીઓ વધી રહ્યા છે. ત્યારે બાલાસિનોર સ્થિત એચડીએફસી બેંકની શાખા દ્વારા કોરોના સામેના જંગમાં સરકાર સાથે હાથમાં હાથ મિલાવી મદદરૂપ થવા કોરોના વોરિયર્સને ઉપયોગી વસ્તુઓ બાલાસિનોર નગરપાલિકાને આપી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કોરોના સામેની લડતમાં એચડીએફસી બેન્ક બાલાસિનોર શાખા દ્વારા કોર્પોરેટ સામાજિક જવાબદારી અંતર્ગત કોરોના સંક્રમણ સામે સુરક્ષિત રાખીતી વસ્તુઓ જેવી કે PPE કીટ ૧૦ નંગ, N95 માસ્ક ૧૦૦ નંગ, સાદા માસ્ક ૪૦૦ નંગ, થર્મલ ગન ૦૨ નંગ, સેનિટાઈઝર બોટલ ૧૦૦ નંગ, તેમજ ગ્લોઝ ૭૦૦ નંગ મળી આ વસ્તુઓ એચડીએફસી બેંકના બ્રાન્ચ મેનેજરશ્રી આસિફભાઇ શેખ દ્વારા બાલાસિનોર નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી ભદ્રેશભાઈ પટેલને નગર અગ્રણી શ્રી તેજશભાઈ શાહની ઉપસ્થિતિમાં રૂપિયા ૫૦ હજારની વસ્તુઓ અર્પણ કરી કોરોના સામેની લડાઈમાં સહભાગી બની સામાજિક જવાબદારી નિભાવી છે. જેને ચીફ ઓફિસર બાલાસિનોર અને પાલિકાના હોદ્દેદારો સહિત નગરજનોએ આવકારી છે.