મહેસાણા જિલ્લામાં ગુરૂવારે કોવિડ-૧૯નો એક પોઝીટીવ કેસ નોંધાયો
- મહેસાણા જિલ્લામાં આજ દિન સુધી કોવિડ-૧૯ના ૯૩ પોઝીટીવ કેસ નોંધાયા
મહેસાણા,
મહેસાણા જિલ્લામાં કોવિડ-૧૯ની પરિસ્થિતિ મુજબ ૨૮ મે ૨૦૨૦ સુધી ૧૩૫૬ સેમ્પલ લેવામાં આવેલ છે.જેમાંથી આજ રોજ સુધીમાં ૧૧૮૪ સેમ્પલનું પરીણામ નેગેટીવ આવેલ છે.જિલ્લામાં ૭૪ સેમ્પલનું પરીણામ પેન્ડીંગ છે.મહેસાણા જિલ્લામાં કુલ એક્ટીવ કેસ ૧૭ છે અને ૭૧ દર્દીઓએ કોરોનાને મહાત આપી છે જેઓને ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે.મહેસાણા જિલ્લામાં ગુરૂવારે ૩૦ સેમ્પલનું પરીણામ નેગેટીવ આવેલ હતું
મહેસાણા જિલ્લામાં ગુરૂવારે ગીતાંજલી હોસ્ટેલ ખેરવા ખાતે થી ૦૮ દર્દી અને જી.એમ.ઇ.આર.એસ વડનગર ખાતેથી ૦૨ દર્દી મળી ૧૦ દર્દીઓ કોરોના મુક્ત થતાં રજા આપવામાં આવેલ છે.
આજે ગુરૂવારે કડી તાલુકાના કરણનગર ગામમાં આવેલ હિટાચી કંપનીમાં નોકરી કરતા અને કંપનીના સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા પ્રનોબકુમાર ઉંમર વર્ષ ૪૫નું અમદાવાદ ઝાયડસ હોસ્પિટલ ખાતે સેમ્પલ લેતાં ૨૮ મે ગુરૂવારે પોઝીટીવ જાહેર થયેલ છે. અને જેઓને સારવાર અર્થે અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરેલ છે