મહેસાણા જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને ઔધોગિક પ્રતિનિઘિઓ સાથે બેઠક યોજાઇ

મહેસાણા જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને ઔધોગિક પ્રતિનિઘિઓ સાથે બેઠક યોજાઇ
Spread the love

મહેસાણા,
મહેસાણા જિલ્લા કલેકટર એચ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને કોવિડ માર્ગદર્શિકાનું સંપુ્ર્ણ પાલન સાથે ઔધોગિક પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી. મહેસાણા આત્મારામ કાકા ફીઝીયોથેરાપી હોલ ખાતે યોજાયેલ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લામાં ઔધોગિક એકમો શરૂ થવાથી સ્થિતિ પુર્વવત થઇ રહી છે. જિલ્લામાં ઔધોગિક એકમો દ્વારા પણ કોવિડ-૧૯ની સરકાર દ્વારા સુચવેલ માર્ગદર્શિકાનું પાલન કરવું જરૂરી છે.કોવિડ મહામારીની લડાઇ લાંબી છે અને આ લડાઇ આપણે સોશ્યલ ડિસ્ટન્સ,માસ્ક અને સેનીટાઇઝેશન દ્વારા લડવાની છે.

જિલ્લા કલેકટર એચ.કે.પટેલે ઉમેર્યું હતું કે કોવિડ-૧૯ વિશે લોકોમાં જાગૃતિ આવે તે માટે તંત્ર દ્વારા સતત આઇ.ઇ.સી પ્રવૃતિઓ થઇ રહી છે. ઔધોગિક એકમો પણ પોતાના કામદારોમાં જાગૃતિ આવે તે માટે પ્રયત્નો કરવા જોઇએ તેમ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે ઔધોગિક એકમોએ તેમના કામદારો અને પરીવારની વિશેષ કાળજી લેવી જોઇએ., ૧૦ વર્ષથી નીચેના બાળકો,૬૫ વર્ષથી ઉપરના વડીલો અને હયાત રોગથી પીડાતા દર્દીઓએ ઘરની બહાર ન નીકળે તેની ખાસ તકેદારી રાખવી જરૂરી છે.

બેઠકમાં ઔધોગિક એકમોના પ્રતિનિધિઓ દ્વારા વિવિધ પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા જેનું હકારત્મક રીતે નિરાકરણ કરવા સંબધિત અધિકારીઓને અનુંરોધ કરવામાં આવ્યો હતો.
બેઠકમાં જી.આઇ.ડી.સી એસોશિયેશના હોદ્દેદારો,પ્રતિનિધિઓ,દેદીયાસણ એસોશિયેશના હોદેદારો પ્રતિનિધિઓ,ઔધોગિક એકમના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!