કાયદા ભંગ બદલ તોલમાપ વિભાગ દ્વારા ૩૩૦૦૦ રૂપિયા દંડની એમ.આર.ટ્રેડર્સ પર ફટકાર

Spread the love

મહેસાણા,
સમગ્ર વિશ્વ જયારે કોરોના વાઇરસના ભરડામાં આવી ગયું છે ત્યાં ભારત સરકાર દ્વારા કોરોના વાઇરસના પ્રસારને અટકાવવા માટે લોકડાઉન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ પરિસ્થિતિ સામાન્ય થતા લોકડાઉનને હળવું બનાવવામાં આવ્યું છે. તેમ છતાં અમુક વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોનમાં જ રાખવામાં આવ્યા છે. આ હળવા લોકડાઉનની અસરને પગલે વેપારીઓ દ્વારા ગ્રાહકને લુંટી એમ.આર.પી. કરતા પણ વધુ ભાવ વસુલ કરવામાં આવે છે.

આવો જ એક કિસ્સો મહેસાણાના માલગોડાઉનમાં નજરે આવ્યો છે. મહેસાણાના માલગોડાઉનમાં સ્થિત એમ. આર. ટ્રેડર્સ નામે દુકાન ચલાવતા હોલસેલ વેપારીએ પણ પેકેટ પર છાપેલી કિંમત કરતા વધુ ભાવ ગ્રાહક પાસે વાસુલાત કરતાં માલૂમ પડતા તોલમાપ વિભાગે અચાનક દરોડા પાડ્યા હતા. સદર દરોડામાં તેઓ ગ્રાહક પાસેથી એમ.આર.પી કરતાં વધુ ભાવની ગ્રાહક પાસેથી માંગણી કરતાં નજરે પડ્યા હતા. તદ્દઉપરાંત તેઓની પોતાની બ્રાન્ડના પાન-મસાલાના પેકેટો પર નિયમાનુસારના નિર્દેશોનું સૂચન અધૂરું ધ્યાને આવ્યું હોવાથી અને ગ્રાહકને છેતરામણી કરતાં હોવાથી આ હોલસેલર વેપારી સામે ધી લીગલ મેટ્રોલોજી(પેકેઝ્ડ કોમોડીટી) એક્ટ ૨૦૧૧ ના કાયદા-નિયમોની જોગવાઈઓના ભંગ બદલ સદર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી, ગુનો દાખલ કરી રૂપિયા 33,૦૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

અત્યાર સુધી મહેસાણા જિલ્લામાં લોકડાઉન દરમિયાન જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ તથા પાન-ગુટખા-તમાકુ આદિનું વેચાણ કરતા કુલ ૧૫૭ વેપારી એકમો સામે જિલ્લાના તોલમાપ અધિકારીશ્રી એન.એમ.રાઠોડ અને તેમની ટીમ એ દરોડા પાડી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કુલ ૫,૧૬,૦૦૦ રૂપિયા દંડની વસુલાત કરી હતી. સાથે સાથે મહેસાણા જિલ્લા અને રાજ્યની પ્રબુદ્ધ જનતાને વેપારી એકમો પાસેથી છાપેલ એમ.આર.પી કરતા વધુ ભાવે વસ્તુ ન ખરીદવા નિવેદન કર્યું હતું.

Admin

Admin

9909969099
Right Click Disabled!