દારૂનો ઑનલાઇન ઑર્ડર આપતાં પહેલાં વિચારજો

દારૂનો ઑનલાઇન ઑર્ડર આપતાં પહેલાં વિચારજો
Spread the love

ઑનલાઇન દારૂ ખરીદવા માગતા ભાંડુપના એક યુવક સાથે દોઢ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે જેમાં યુવકને ગૂગલની લિન્ક મોકલવામાં આવી હતી. ત્યાર બાદ યુવકને ઓટીપી મોકલમાં આવી હતી. યુવકે આવેલા ઓટીપી શેર કરતાં તેના અકાઉન્ટમાંથી દોઢ લાખ રૂપિયા સાફ થઈ ગયા હતા. મુંબઈ પોલીસ પાસે આવા અનેક બનાવ સામે આવ્યા છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી) દ્વારા શહેરમાં દારૂના ઑનલાઇન વેચાણ અને હોમ-ડિલિવરીની મંજૂરીના બે દિવસ પછી પચીસ મેએ ભાંડુપમાં એક ૨૧ વર્ષના કૌસ્તુભ કદમ જે કૉલેજનો વિદ્યાર્થી છે તેને વૉટ્સઍપ પર એક વાઇન શૉપ વિશે એક સંદેશ મળ્યો હતો.

જેમાં તેઓ હોમ-ડિલિવરીની સેવા આપી રહ્યા હતા. ત્યાર બાદ તેણે તેના પર ફોન કરીને ઑર્ડર આપ્યો હતો. જોકે કૉલ પ્રાપ્તકર્તાએ તેને જાણ કરી કે ડેબિટ કાર્ડમાં કોઈ સમસ્યા છે અને તેણે તેની આગળ અને પાછળની બાજુના ફોટોગ્રાફ્સ અને ટ્રાન્ઝૅક્શન માટે વન-ટાઇમ પાસવર્ડ (ઓટીપી) શેર કરવાનું કહ્યું. થોડી વાર પછી, કાર્ડ સાથે જોડાયેલા બૅન્ક ખાતામાંથી દોઢ લાખ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા. ભાંડુપ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્યામ શિંદે સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘આવા ટાઇપના ફ્રૉડ થવા શક્ય છે. જો તમે પોતે ધ્યાન નહીં રાખો તો આવા ગઠિયાઓ તમારી સાથે ચીટિંગ કરી જશે. શોધ કરી રહ્યા છીએ કે તેને કયા નંબરથી ફોન આવ્યો હતો

6070152438e8da3715798ec2d5ec4fb0.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!