સરકારની નિષ્ફળતા ઢાંકવા બેફામ બનેલું ભાજપનું આઈ.ટી. સેલ

સરકારની નિષ્ફળતા ઢાંકવા બેફામ બનેલું ભાજપનું આઈ.ટી. સેલ
Spread the love
  • ઋત્વિજ પટેલ બાદ વધુ એક ભાજપીનું પત્રકારોને બદનામ કરવાનું ષડ્યંત્ર

સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસોથી ભાજપ સરકારની નિષ્ફળતાને ઢાંકવા માટે તેનું આઈ.ટી.સેલ જાત જાતના ગતકડા અને બખેડા કરી રહ્યું છે, હજી બે દિવસ પહેલા ઋત્વિજ પટેલ દ્વારા મડિયા વેચાઈ ગયું છે તેવું નિવેદન આપ્યા બાદ તે ટ્વિટ ડીલીટ કરવાની વાત હજી ભુલાઈ નથી ત્યાં નવસારીના મહેશ પુરોહિત દ્વારા ગુજરાતના એક જવાબદાર તંત્રીને સાવ ખોટી અને વાહિયાત રીતે બદનામ કરવાનો નિર્લજ્જ પ્રયાસ કરવામાં આવ્યો છે. જેના અનુસંધાનમાં ગઈકાલે અમદાવાદ સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં મહેશ પુરોહિત વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે.

વરિષ્ઠ યુવા પત્રકાર શ્રી તુષાર દવેની કોરોના પીડિત વ્યક્તિઓને વાચા આપતી પોસ્ટ પર તોફાની તાંડવ દૈનિકના તંત્રી જીગર ઠક્કરે તેમના શબ્દોને અને વ્યક્તિત્વને બિરદાવતી એક કોમેન્ટ આપી હતી, જે કોમેન્ટ માં કશું જ વાંધા જનક ના હોવા છતાં નવસારીના કોઈ મહેશ પુરોહિત નામના શખ્સે તે કોમેન્ટનો સ્ક્રીન શોટ લઇ પોતાની વોલ પર મુક્યો હતો અને સાથે જીગર ઠક્કર કોંગ્રેસ મીડિયા સેલ સાથે જોડાયેલ છે, તે મીડિયા સેલના તળિયા ચાટે છે જેવી હલકી અને નિર્લજ્જ ભાષાનો પ્રયોગ કર્યો હતો.

આ ઘટનાની જાણ થતા જ તે વ્યક્તિ જીગર ઠક્કરના મિત્રવર્તુળમાં ના હોવા છતાં તેની વોલ પર જઈ આ પોસ્ટ ખોટી છે, તેવી માહિતી આપી હોવા છતાં રાજકીય પીઠબળ કે સ્થાનિક પોલીસના પીઠબળના કારણે તાનમાં ફરતા આ શખ્શે ના તો કોઈ જાતની દિલગીરી વ્યક્ત કરી કે ના તો પોતાની ખોટી પોસ્ટ ડીલીટ કરી. ઘટનાના ચોવીસ કલાક બાદ તોફાની તાંડવ દૈનિકના તંત્રી જીગર ઠક્કરે અમદાવાદ સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ દાખલ કરાવેલ છે જેની આગળની કાર્યવાહી પોલીસ કરી રહેલ છે, અમદાવાદ શહેર પોલીસ અને ગુજરાત સરકાર માટે એ વાત શરમજનક કહેવાય કે ગઈકાલે આ ફરિયાદની વાત સોશિયલ મીડિયા પર આવ્યા બાદ પણ મહેશ પુરોહિત સતત પોતાની વોલ પર કાયદાની મજાક કરતો હોય તેવી પોસ્ટ મુકતો રહ્યો હતો.

ગુજરાતના અનેક નામી પત્રકાર મિત્રો અને નામાંકિત વ્યક્તિઓને અગાઉ અનેક વખત સાવ ખોટી અને વાહિયાત રીતે હેરાન કરી ચુકેલા આ શખ્સ આમ તો રીઢા ગુનેગાર જેવો છે, અગાઉ એક નામાંકિત વ્યક્તિ દ્વારા તેની વિરુદ્ધ નવસારીમાં ફરિયાદ કરવામાં આવેલ પરંતુ ગુજરાતના કોઈ મંત્રીના વેવાઈના કે જેઓ ડી.વાય.એસ.પી.છે તેમના કહેવાથી તપાસનું પીલ્લું વાળી દેવામાં આવ્યું હતું તેવું નવસારીના સુત્રો પાસેથી જાણવા મળેલ છે. ત્યાર પ્રશ્ન એ થાય છે કે મંત્રી મંડળમાં બેઠેલા નેતાઓ આવા લુખ્ખાઓ ને કેમ બચાવે છે..? કે પછી ખાનગીમાં તેઓ જ તેમના પાલન કર્તા છે..? નવસારીના ક્યાં મોટા નેતાઓ આવા બદમાશોને છાવરી રહ્યા છે તેની પણ સાચી થશે..?

સાચું અને તટસ્થ લખતા પત્રકારો, લેખકો, પત્રકારો અને સંતોની બદનામીને શું ભાજપના છુપા આશીવાદ છે..? આજે જયારે આખું ગુજરાત કોરોના સામે લડી રહ્યું છે ત્યારે પ્રજાનો જોમ જુસ્સો વધારવાના બદલે એક સુવ્યવસ્થિત ટોળકી બનાવી,લોકોને બદનામ કરવા,ગુમરાહ કરવા જેવી નિર્લજ્જતા કરનારને આકરામાં આકરી સજા થવી જોઈએ. આખું રાજય જયારે કોરોના સામે લડી રહ્યું છે ત્યારે આ નિર્લજ્જ અને બેશરમ ટોળકી હિંદુ-મુસ્લિમ વિવાદો ઉભા કરી રહી હોવાનું પણ અનેક લોકો જણાવી રહ્યા છે.

તોફાની તાંડવ દૈનિક અમદાવાદ, સુરત સહીત નવસારીમાં પણ પોતાની આવૃત્તિ ધરાવે છે, નવસારી શહેરના પત્રકાર મિત્રો સાથે સીધો સંબંધ ધરાવે છે જેના લીધે ગઈકાલે આખો દિવસ અમદાવાદ,સુરત અને નવસારીના પત્રકારો કોઈ પત્રકાર સાથે થયેલી આ ગેરવર્તણુકથી રોષે ભરાયા હતા ને સૌનો રોષ ભાજપ મીડિયા સેલના આવા નિર્લજ્જ વ્યક્તિ પર હતો. ગઈ કાલે આ ફરિયાદની ખબર સોશિયલ મીડિયા પર આવતા જ અનેક લોકોએ મહેશ પુરોહિત સરકાર સાથે કેવી રીતે ગજબ ઠગાઈ કરીને મહીને રૂપિયા બે લાખ જેવી રકમ પડાવે છે તેના પૂરાવા તોફાની તાંડવ દૈનિકને આપ્યા છે તેની તપાસ કરી જરૂર પડશે તો સરકાર સાથે ઠગાઈ કરવા માટે પણ આ વ્યક્તિ સામે ગુનો દાખલ કરાવવામાં આવશે.

ત્યારે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને વિચારવાનો સમય પાકી ગયો છે કે શું આવા ગુંડા જેવા આઈ.ટી.સેલના લોકોને છાવરીને પત્રકારોને બદનામ અને વ્યથિત કરવું યોગ્ય છે.. અને જો યોગ્ય ના હોય તો તાત્કલિક મજબૂત પગલા ભરી ગુનેગાર તત્વોને યાદ રહે તેવી સજા કરાવવી જોઈએ.

જીગર ઠક્કર (તંત્રી  : તોફાની તાંડવ દૈનિક)

Admin

Admin

9909969099
Right Click Disabled!