વિશ્વમાં સૌથી જુની સેનેટાઈઝ પદ્ધતિ સમાન ગાયત્રીયજ્ઞ મોડાસા ક્ષેત્રમાં ૩૦૦૦ થી વધુ ઘરોમાં સંપન્ન

વિશ્વમાં સૌથી જુની સેનેટાઈઝ પદ્ધતિ સમાન ગાયત્રીયજ્ઞ મોડાસા ક્ષેત્રમાં ૩૦૦૦ થી વધુ ઘરોમાં સંપન્ન
Spread the love

મોટી ઇસરોલ : કોરોના વાયરસના પ્રભાવથી સમગ્ર વિશ્વ ચિંતા ગ્રસ્ત છે. ત્યારે રોગોના જીવાણુંઓથી વાતાવરણને સેનેટાઈઝ કરવામાં લાભદાયક ભારતીય સંસ્કૃતિમાં અદ્દભૂત પ્રયોગ એવા યજ્ઞનું પણ વિશેષ મહત્વ છે. જેમાં અગ્નિમાં શુદ્ધ ભાવનાથી મંત્રોચ્ચાર સાથે ઔષધીય જડીબુટ્ટીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ હવન સામગ્રી હોમવામાં આવે છે . તે અનેક ઘણી સૂક્ષ્મ ઉર્જા માં પરિવર્તન પામે છે. જે રોગોના જીવાણુઓ નાશ કરવામાં અસરકારક ભૂમિકા ભજવે છે સાથે સાથે આસપાસના વિસ્તારને સેનેટાઈઝ કરે છે. આ ઉર્જા વાન વાયુ મનુષ્યના શરીરમાં શ્વાસોશ્વાસ દ્વારા શરીરમાં જઈ લોહીમાં ભળી જવાથી વ્યક્તિમાં રોગપ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ થાય છે.

આ યજ્ઞ કાર્ય દરમિયાન ભાવ સંવેદનાથી થતાં મંત્રોચ્ચારથી આત્મબળમાં પણ વૃદ્ધિ થાય છે. આ યજ્ઞના આધ્યાત્મિક તેમજ વૈજ્ઞાનિક રીતે થતાં અદ્ભૂત લાભ આપતા યજ્ઞના મહત્વને જન જન સુધી પહોંચાડવાના પ્રયોગ રુપે અખિલ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ ,હરિદ્વાર દ્વારા વિશ્વભરમાં એકજ દિવસે એક સાથે ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ આંદોલન ૩૧ મે ના રોજ રાખવામાં આવ્યું .  જેમાં વિશ્વસ્તરે સો જેટલાં દેશો સહિત ભારતભરમાં અને ગુજરાતમાં તમામ જિલ્લા સહિત અરવલ્લી જીલ્લામાં બાયડ, ધનસુરા, ભિલોડા, મેઘરજ, માલપુર સહિત મુખ્ય મથક મોડાસા તાલુકામાં પણ યજ્ઞ ઘેર ઘેર સ્વયં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું .

જેમાં આસપાસના ૩૦ જેટલા ગામોમાં અને મોડાસામાં પણ અનેક વિસ્તારોમાં ઘેર ઘેર ગાયત્રી યજ્ઞમાં ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજય મંત્ર બોલી હવન સામગ્રીથી આહુતિ આપવામાં આવી. ઉલ્લેખનીય છે કે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા મળેલ જાણકારી અનુસાર મોડાસા ક્ષેત્રમાં ૨૫૦૦ ઘરોમાં સંકલ્પ હતો. જે યજ્ઞના મહત્વની સાચી જાણકારી મળતા સૌમાં ઉત્સાહ વધતા ૩૦૦૦થી વધુ ઘરોમાં યજ્ઞ સંપન્ન થયા. જેમાં આ માટે ૮૦ પ્રકારની ઔષધીય જડી બુટ્ટીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ હવન સામગ્રી નિ:શુલ્ક આપવામાં આવી હતી.

જેને યજ્ઞ કર્મકાંડ જાતે ન ફાવતું હોય તેમને સોસીયલ મિડિયાના ઓનલાઈન માધ્યમ દ્વારા ડિજીટલ યજ્ઞ લીંક ઉપયોગ કરીને પણ સૌને સ્વયં પોતાના ઘેર યજ્ઞ કરવા વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. જેથી હાલની સ્વાસ્થ્યની વિકટ પરિસ્થિતિમાં નિયમો અનુસાર સરળ રીતે પોતાના ઘેર જાતે જ યજ્ઞ કરી શકે. આ ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ અભિયાનમાં ખૂબજ સફળ પ્રતિસાદ મળ્યો છે. લાખો ઘરોમાં થઈ કરોડો લોકો આ યજ્ઞ પરંપરા અભિયાનમાં જોડાયા.જે આ પ્રયોગાત્મક યજ્ઞ આંદોલનની પ્રેરણા જો રોજીંદા જીવનમાં વણાઈ જાય તો કોરોના જેવા રોગો સામે લડવા આવા યજ્ઞ પ્રયોગ ખૂબજ સહાયરૂપ બની શકે છે.

IMG-20200531-WA0169-1.jpg IMG-20200531-WA0167-0.jpg

Admin

Prabhudas

9909969099
Right Click Disabled!