અરવલ્લી પોલીસકર્મી જ બુટલેગર : ગાંધીનગર એલસીબી પોલીસે કર્યો પર્દાફાશ

અરવલ્લી પોલીસકર્મી જ બુટલેગર : ગાંધીનગર એલસીબી પોલીસે કર્યો પર્દાફાશ
Spread the love
અરવલ્લી જીલ્લા પોલીસતંત્રની ખાખીને દાગ લગાડતી શરમજનક ઘટના બહાર આવી છે જેમાં અરવલ્લી જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતો ગઢવી નામનો પોલીસકર્મી બુટલેગર બની જઈ કેટલાક બુટલેગરો સાથે સાંઠગાંઠ કરી રાજ્યમાં દારૂ ઠાલવવાની લાઈન ચલાવતો હતો ત્યારે સિંઘમ તરીકે જાણીતાગાંધીનગર એલસીબી પીએસઆઈ એચ. પી. ઝાલા અને પી એસ આઈ  પી. એન. પઢીયાર, પી. ડી. વાઘેલા સહિત અલગ અલગ તેમની ટીમે દહેગામ-રખિયાલ રોડ પર આવેલા ડુમેચા ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલી ટ્રાવેરા કાર અને પાયલોટિંગ કરતી સ્વીફ્ટ કારમાં રહેલા શખ્શોને દબોચી લેતા બુટલેગરોએ ગાંધીનગર એલસીબી પોલીસને ગઢવી સાહેબ સાથે વાત કરી લો કહી ફોન જોડાતા એલસીબી પોલીસ પણ ચોકી ઉઠી હતી અને નંબરના આધારે ગઢવી નામથી દારૂની ગેરકાયદેસર હેરાફેરીમાં પ્રોહિબિશન હેઠળ ગુન્હો નોંધ્યો હતો ત્યારે ગઢવી નામનો શખ્શ અરવલ્લી જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતો પોલીસકર્મી હોવાનું બહાર આવતા ભારે ચકચાર મચી છે હાલ તો આ અંગે અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર મગનું નામ મરી પાડવા તૈયાર નથી.
ગાંધીનગર એલ સી બી ને માહિતી મળી હતી કે દહેગામ – રખિયાલ રોડ પર એક ટાવેરા ગાડી વિદેશી શરાબ ભરી ને નીકળવાની છે.તેમજ તેની સાથે એક સફેદ કલરની સ્વીફ્ટ ગાડી પાયલોટિંગ માં છે ત્યારે એલસીબી ની ટીમે ડુમેચા પાટીયા નજીક વોચ ગોઠવી બન્ને ગાડીઓ ને ઝડપી પાડી હતી.પોલીસે ભારતીય બનાવટનો દારૂ તેમજ બિયર મળી એક લાખથી વધુ નો મુદ્દામાલ તો ઝડપી પાડ્યો છે.પરંતુ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.સમગ્ર દારૂની હેરાફેરી મામલે મોડાસા ના પોલીસ કર્મી ની ભૂમિકા સામે આવી છે.
ગઢવી સાહેબ નામના પોલીસ કર્મી નું નામ સામે આવતા પોલીસ ર્મીઓમાં પણ આ મામલે છુપી ચર્ચા એ જોર પકડયું છે.સમગ્ર મામલે ગાંધીનગર એલ સી બી એ ભિલોડા તાલુકાના સામેરા ગામના દશરથસિંહ જાડેજા, પંકજ છગનલાલ કલાલ, પુષ્પ પટેલ, ભાઈજાન ,  શૈલેષ  , વિપુલ  , સચિન ઉર્ફે સતલો અબું ઠાકો, ગઢવી સહિતના આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલે આરંભી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.ત્યારે અરવલ્લી જિલ્લાના ગઢવી સાહેબ કોણ છે…??? કઈ શાખા માં છે…?? વગેરે બાબતો પરથી આવનારા સમયમાં પરદો ઊંચકાશે તો હજુ કેટલાય વહિવતદારોના નામો બહાર આવે  તેવું લાગી રહ્યું છે.
આ મામલામાં પોલીસ કઈ રીતે સંડોવાયેલી  હોય શકે..
રાજસ્થાન થી શરાબ ભરી ને બિન્દાસ્ત પણે પાંચ પાંચ પોલીસ મથકો ની હદો પાર કરી ને છેક દહેગામ સુધી પહોંચી.ત્યારે શામળાજી , મોડાસા રૂરલ , મોડાસા ટાઉન , ધનસુરા , બાયડ , આંબલિયારા સહિત ના પોલીસ મથકો રસ્તામાં આવતા હોવા છતાં એક પણ પોલીસ અધિકારી કે એક પણ પોલીસ કર્મીને આ બાબત ધ્યાન પર ના આવે એ એક શંકા નો વિષય છે.
અરવલ્લીના પોલીસ કર્મીઓનો મહત્વનો ભાગ
સૂત્રો ના જણાવ્યા પ્રમાણે અરવલ્લી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા ગઢવી એ બુટલેગરો ને કોણે કહેવા પર દારૂ ની ગાડીઓ પસાર કરવાની મંજૂરી આપી…??? અને જો કોઈ પોલીસ રસ્તા માં પકડે તો કોમલ પાસવર્ડ આપી ગઢવી સાહેબ સાથે મો. 6354974029 વાત કરાવવાનું કહ્યું હતું.
અરવલ્લી પોલીસ કેમ શંકાના દાયરામાં…!!!
એક તરફ લોકડાઉન ચાલુ છે. જેના કારણે સાંજના 7 થી સવારના 7 વાગ્યા સુધી કરફ્યુનો માહોલ છે એવામાં રાજસ્થાનથી નીકળેલી ફોર વહીલ દારૂની ગાડીઓને શામળાજી, ભિલોડા, મોડાસા, (શિકા) ધનસુરા, આંબલિયારા સહિતના પોલીસ મથકો દ્વારા લગાવવામાં આવેલી ચેકપોસ્ટો પર આ ગાડીઓ કેમ ચેક ના થઈ….??? તે એક સળગતો સવાલ છે.જેના કારણે અરવલ્લી પોલીસ પણ હવે ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં છે.
તપાસમાં વધુ સચ્ચાઈ આવે તેમાટે ગણતરીના કલાકોમાં ફરિયાદની તપાસ સ્ટેટમોનિટરિંગ સેલ ને સોંપવા આદેશ કરાયો
વિદેશી શરાબની મોટા પાયે લાઈનો ચલાવો રૂપિયા ભરી રહેલા અરવલ્લી ઉપરથી લઈ નીચે સુધીના અધિકારીઓ ની સંડોવણી હોવાની શંકા ઉચ્ચકક્ષાના પોલીસ અધિકારીઓ ને જતા તાત્કાલિક ધોરણે તપાસના કાગળો એલસીબી – 2 પાસેથી મંગાવી તપાસ સ્ટેટમોનિટરિંગ સેલ ને સોંપી છે.ત્યારે હવે અરવલ્લી ના કોણ અને ક્યાં અધિકારીઓ કે પોલીસ કર્મીઓની આ દારૂની લાઈનો ચલાવામાં સંડોવણી સામે આવે છે તે આવનારો સમય બતાવશે.પરંતુ એટલું તો નક્કી જ છે કે અરવલ્લી જિલ્લાની હદ પસાર કરી ગાંધીનગર જિલ્લા સુધી દારૂ પહોંચવો એ સામાન્ય વાત ના કહી શકાય.
કેવી રીતે થયો પર્દાફાશ ….??
ડુમેચા નજીક ગાંધીનગર એલ સી બી – 2  એ દારૂ લઈ જતી ટાવેરા ગાડી અને પાયલોટિંગ કરતી શિફ્ટ ગાડીને અટકાવતા અંદર બેઠેલા શખ્સો એ ફરજ પરના પોલીસ કર્મીઓને મોડાસાના ગઢવી સાહેબ સાથે વાત કરવાનું કહ્યું. જેથી હાજર પોલીસ કર્મીઓએ ગાંધીનગરના ઉચ્ચ પોલીસ કર્મીઓને જાણ કરતા. ગાડીઓની વધુ તપાસ કરતા સમગ્ર મામલાનો પર્દાફાશ થયો.
રિપોર્ટ : મહેન્દ્ર પટેલ (મોડાસા)
Admin

Admin

9909969099
Right Click Disabled!