અમેરિકામાં સંક્રમિતોની સંખ્યા 18 લાખને પાર
સમગ્ર વિશ્વમાં જીવલેણ વાયરસનો કહેર વધી રહ્યો છે. સાથે સાથે આ વાયરસ ચીનના વુહાનમાંથી આવ્યો છે તે મામલે વિશ્વનાં દેશો ચીનને ઘેરી રહ્યા છે, ત્યારે આ જીવલેણ વાયરસની સૌથી ઘાતક અસર હજુ પણ અમેરિકામાં વર્તાઈ રહી છે. અમેરિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 18 લાખ 59 હજારને પાર પહોંચી ગઈ છે.
કોરોના સંક્રમિતોની સંખ્યા 18 લાખ 59 હજારને પાર પહોંચી ગઈ જેમાં 11 લાખ 36 હજારથી વધુ એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધી યુએસમાં આ જીવલેણ વાયરસથી એક લાખ 6 હજાર 925 દર્દીઓના કરૂણ મોત નિપજ્યા છે. ત્યારે બીજી તરફ અમેરિકામાં છ લાખ 15 હજાર 400થી વધુ કોરોનાના દર્દીઓ સાજા થઈને ઘરે પરત પણ ફર્યા છે.
- યુએસમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ૧,૦૬,૯૨૩
- અમેરિકામાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યાઃ ૧૮,૫૯,૩૨૩
- યુએસમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ૧,૦૬,૯૨૩