સંકલ્પશક્તિ વિજયની જનેતા છે 

સંકલ્પશક્તિ વિજયની જનેતા છે 

જીવનમાં દૃઢ સંકલ્પ ભલભલા તિસમારખાંઓને ધૂળ ચાટતાં કરી દીધા છે. ઔરંઝેબ હિંદુઓનો કટ્ટર વિરોધી  હતો , એક વખત પંજાબી હિન્દૂ રાજાઓને ખુબ ભડકાવ્યા, કારણ તે  શીખ ગુરુ ગોવિન્દસિંહથી હિન્દૂ સંગઠન અને એકતાના જવલંત પરાકમી પ્રતિકારથી ક્રોધે ભરેલો હતો, તેનો મનસૂબો પંજાબ સર કરવાનો હતો. પણ કોઈ મેળ ખાતો નહોતો. ઔરંગઝેબ પાસે મોટું સૈન્ય હતું અને તેના જોરે તે વિજયની આશા રાખતો. બીજી બાજુ ગુરુ ગોવિંદસિંહ પાસે મર્યાદિત ચુનંદા સૈનિકો હતાં ઈ.સ. 1961માં એક લાખથી વધુ સૈન્ય સાથે ઔરંગઝેબે નવાબ સરહિંદના નેતૃત્વમાં પહાડી રાજાઓ અને શાહી સેનાએ સાથે આનંદ ગઢ ઉપર આક્રમણ કર્યું.

તે વખતે જરા યે હિંમત હાર્યા વિના ગુરુ ગોવિંદસિંહે પોતાના ચુનંદા યોદ્ધોને ઉદ્દેશી તેઓની  સલાહ માંગવાનું  વિચાર્યું  આટલી મોટી સેના  સામે  મુકાબલો કેવી રીતે થશે ? આ મહા પ્રશ્ન  બધાની જીભે હતો.હિન્દૂ સેનાનો જુસ્સો ટકાવવાની જવાબદારી ગુરુગોવિંદસિંહજીના માથે હતી, લડવાની અને કોઈપણ ભોગે સફળતા પામવાનો દૃઢ  નિશ્ચય સાથે પોતાના ચુનંદા સાથીઓને સંબોધન કર્યું – ”વ્હાલા ભરોસામંદ બહાદુર જવાનો હું  આજે તમારા  પાસે એક ચીજ માંગુ છું ,જો તે તમે મને આપશો તો મોગલ સેનાનો ખાત્મો બોલાવી અવશ્ય વિજય હાંસિલ કરીશું.” – હલચલ મચી ,એવું શું હશે કે  જેનાથી આપણે આટલી મોટી સફળતાની વાત ગુરુજી કરે છે !

એકી બધાએ એ મંજૂરી દાખવી, ત્યારે ગુરુ ગોવિંદ સિંહજીએ જણાવ્યું -”મારે તમારી પાસે સંકલ્પની જરૂર છે, એક  પ્રતિજ્ઞા કરાવવાની છે ; અમે કોઈપણ હિસાબે વિજય મેળવીને જ ઝંપીશું ‘-તલવારો ઊંચી કરીને હકારાત્મક સંકેત હિન્દૂ યોદ્ધાઓએ આપ્યો. પ્રચંડ આત્મ શ્રદ્ધા ,જુસ્સો અને જોમ મોટી તાકાત બન્યા અને ધર્માંધ ઔરંગઝેબના સૈન્યોનો જોરદાર મુકાબલો કર્યો;ઔરંગઝેબ ની સેનાએ પીછેહઠ કરવી પડી; ત્યારે ગુરુગોવિંદ સિંહે  વિજયી હિન્દુ સેનાને  સંબોધન કર્યું -આજે તમારા સંકલ્પ અને એકતાના બળે દેશનું અને જાતિનું રક્ષણ કરી ઇતિહાસમાં નવું પ્રકરણ આપ સૌ એ ઉમેર્યું છે .સંકલ્પ વિશ્વાસ જાગૃત કરે છે  અને તેનાથી પુરુષાર્થ, પરાક્રમ અને છુપી અંતર ચેતના જાગે છે.

જિતેન્દ્ર પાઢ (USA)

Spread the love
Right Click Disabled!