મેઘરજ પોલીસે ટાટા ડમ્પર ગાડીમાં ગેરકાયદે દારૂ સાથે બે ઈસમોને ઝડપી

મેઘરજ પોલીસે ટાટા ડમ્પર ગાડીમાં ગેરકાયદે દારૂ સાથે બે ઈસમોને ઝડપી
Spread the love
  • મેઘરજ પોલીસ ને મોટા પ્રમાણમાં દારૂ ઝડપી પાડવામાં સફળતા મળી

કોરોના વાયરસ મહામારીમા પોલીસની વ્યસ્તતાનો લાભ લઈ ચોરીછુપીથી પ્રોહી પ્રતિબંધીત વિસ્તારમાં ગેરકાયદેસરના ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ-૨૮૮ કુલ નંગ-૩૪૫૬ કુલ કિ.રૂપિયા ૧૩,૮૨,૪૦૦ તથા ટાટા ડમ્પર ગાડી નંબર RJ 27 GD 0042 કિ.રૂ. ૬,૦૦,૦૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિમંત રૂપિયા ૧૯,૯૧,૪૪૦ ના મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડવામાં મેઘરજ પોલીસને સફળતા મળી હતી. અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક મયુર પાટીલ સાહેબ તથા મોડાસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક બી.બી.બસીયા ધ્વારા હાલના સમયમા સમગ્ર દેશમાં તેમજ ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો ચેપ ફેલાયેલો હોઈ જેના કારણે સમગ્ર જીલ્લાઓમાં લોકડાઉન અમલમાં હોઈ જેના કારણે આ કોરોના વાયરસની મહામારીમાં પોલીસની વ્યસ્તતાનો લાભ લઈ કેટલાંક ઇસમો રાજસ્થાન રાજ્યમાંથી ચોરી છુપીથી ગેરકાયદેસર રીતે પરપ્રાતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઘુસાડવાની પ્રવૃત્તિ કરતા હોવાની હકિકત આધારે પ્રોહિ ડ્રાઇવનુ આયોજન કરવામાં આવેલ.

જેના અનુસંધાને રાજસ્થાન રાજ્ય તરફથી આવતા રસ્તાઓ ઉપર આજરોજ મેઘરજ પોલીસ ઇન્સ્પેક્ટર જે. પી. ભરવાડને મળેલ બાતમી આધારે ઉન્ડવા ચેકપોસ્ટ મુકામેથી ટાટા ડમ્પર ગાડી નંબર RJ 27 GD 0042 કી રૂ ૬,૦૦,૦૦૦ નીમા ગેરકાયદેસર અને વગર પાસ પરમીટે પરપ્રાતનો ભારતીય બનાવટનો અેપીસોડ ક્લાસીક વ્હીસ્કી ફોર સેલ ઈન હરિયાણા અોન્લી લખેલ કાંચની કંપની સીલબંધ બોટલ ૭૫૦ મીલી પેટી.નંગ-૨૮૮ કુલ નંગ-૩૪૫૬ કુલ કિ.રૂ. ૧૩,૮૨,૪૦૦ નો તાડપત્રી કિ.રૂ. તથા સેન્ટીંગની લોખંડની પ્લેટો નંગ ૧૯ કિ.રૂ. ૧૯૦ તથા લાકડાની થાંભલીઓ કિ.રૂ. તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ ૫૫૦૦ તથા રોકડ રકમ રૂ.૩૩૫૦ તથા વિમા પોલીસી નકલ કિ.રૂ. મળી કુલ કિમંત રૂપિયા ૧૯,૯૧,૪૪૦ ના મુદ્દામાલ હસ્તગત કરી કાયદેસરની કાયૅવાહી હાથ ધરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ (૧) શંકરલાલ સ/અો રતનલાલ ડાંગી ઉ.વ ૩૧ રહે.ગામ. માવલી સીન્ડીકેટ બેંક નજીક તા. માવલી જી. ઉદેપુર . રાજસ્થાન (૨) દિનેશ સ/અો ભુરાલાલ ગાયરી ઉ.વ.૨૮ રહે. હોલી આઈટીઆઈ નજીક તા.માવલી જી.ઉદેપુર રાજસ્થાન, વોન્ટેડ (૩) પ્રકાશ ડાંગી રહે. ડરોલી તા. માવલી જી .ઉદેપુર રાજસ્થાન આમ મેઘરજ પોલીસ ને ગેરકાયદેસર પ્રોહિ પ્રતિબંધિત વિસ્તારમાં ઘુસાડવામા આવતા ભારતીય બનાવટના વિદેશીદારૂના મોટા જથ્થા ને પકડી પાડવામાં સફળતા મળી હતી.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20200603-WA0233-2.jpg IMG-20200603-WA0231-0.jpg IMG-20200603-WA0232-1.jpg

Admin

Kuldip

9909969099
Right Click Disabled!