મોરબીમાં બોગસ દસ્તાવેજ પ્રકરણમાં ટ્રાન્સપોર્ટરની ધરપકડ

Spread the love

મોરબી : મોરબીમાં સરકારી ખરાબાની કિમંતી જમીનને હડપ કરવા ટ્રાન્સપોર્ટર દ્વારા બોગસ દસ્તાવેજ ઉભો કરવામાં આવ્યો હતો જેની જાણ મોરબી જિલ્લા કલેકટર કચેરીમાં થતાં ટ્રાન્સપોર્ટ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી જેની તપાસ દરમ્યાન ગઇકાલે બી ડીવીઝન પોલીસે ટ્રાન્સપોર્ટરની ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે.

મોરબીમાં જસ્મીન લોજિસ્ટિક નામથી ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા અને સામાકાંઠે નટવર પાર્ક સોસાયટીમાં રહેતા અઝીઝભાઈ અબદુલભાઇ ઠેબા જાતે સંધી (45) સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સરકારી કચેરીના બનાવટી લેટરપેડ અને સિક્કા બનાવીને ડુબલીકેટ દસ્તાવેજ તૈયાર કર્યો હોવા અંગેની ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં મોરબીના મામલતદાર ભરતકુમાર કાસુન્દ્રાએ લખાવ્યું હતુ કે, જસ્મીન લોજિસ્ટિક વાળા અઝીઝભાઈ ઠેબાએ સરકારી ખરાબાની મકનસર ગામ પાસેની સર્વે નંબર 133/1 ની જમીન માંથી 60 લાખ ચોરસ મીટર જમીનની માંગણી ઉદ્યોગના હેતુ સાથે કરી હતી જોકે ઉદ્યોગના હેતુથી માંગવામાં આવેલ જમીનની પ્રોસેસ ફી ભરવા માટે થઈને ટ્રાન્સપોર્ટરને જે તે સમયે જાણ કરવામાં આવી હતી.

સમયસર ટ્રાન્સપોર્ટર દ્વારા પ્રોસેસ ફીના નાણાં ભરપાઇ કરવામાં આવ્યા ન હતા જેથી કરીને તેમના દ્વારા કરવામાં આવેલી અરજીને સરકારી દફતરે ફાઇલ કરી દેવામાં આવી હતી ત્યાર બાદ ડુપ્લીકેટ લેટરપેડ બનાવીને ડિસ્પેચ કલાર્ક મોરબી જીલ્લા અને ઓઆઇજીએસના બનાવટી સિક્કા બનાવીને તેનો ઉપયોગ કરીને સરકારી કચેરીમાં પ્રોસેસ ફી ના નાણાં જમા કરાવી દીધા છે તેમ દર્શાવ્યુ હતુ.જેમાં મોરબી જિલ્લાના નિવાસી અધિક કલેકટરની પણ ખોટી સહી કરવામાં આવી હતી..! ઉપરેાકત ગુનામાં બી ડિવિજન પોલીસે ગઈકાલે કલમ 406, 465, 467, 468, 471 અને 472 હેઠળ ટ્રાન્સપોર્ટર અઝીઝભાઈ અબ્દુલભાઇ ઠેબા (ઉંમર 45) ધંધેા ટ્રાન્સપોર્ટ રહે.નટવરપાર્ક મોરબી-2 ની ધરપકડ કરી હતી.

રીપોર્ટ : જનક રાજા, મોરબી

Admin

Admin

9909969099
Right Click Disabled!