અરવલ્લી કલેકટર અમૃતેશ ઔરંગાબાદર કોરોના અસરગ્રસ્ત ગામની મુલાકાતે

અરવલ્લી કલેકટર અમૃતેશ ઔરંગાબાદર કોરોના અસરગ્રસ્ત ગામની મુલાકાતે
Spread the love

મોડાસા,
અરવલ્લી જિલ્લામાં કોરોના પોઝીટીવના મળી આવેલા કેસ બાદ વહિવટીતંત્ર દ્વારા જાહેર કરવમાં આવેલ નિયંત્રિત વિસ્તારોની અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકરે બુધવારે મુલાકાત લીધી હતી.  માલપુર તાલુકાના નાનાવાડા તેમજ માલપુર ગામના પંડ્યાવાસમાં કોરોના પોઝિટિવ કેસ મળી આવતા આ વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન હેઠળ આવરી લેવાયા છે. જેથી આ વિસ્તારમાં લોકોને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ ઝડપથી મળી રહે તે માટે જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરે સબંધિત અધિકારીઓને સૂચન કર્યુ હતું, સાથો સાથ આ વિસ્તારમાં ફરજીયાત માસ્ક અને અન્ય લોકાના અવર-જવર પર પ્રતિબંધને તેમજ લોક ડાઉન દરમિયાન ઘરની બહાર નહીં નીકળવા સાથે સોશ્યિલ ડિસ્ટ્રન્સિંગનું ખાસ ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી હતી. આ સાથે કલેકટર શ્રી અમૃત્તેશ ઔરંગાબાદકરે માલપુરની મામલતદાર કચેરીની મુલાકાત લઇ કોરોના સંદર્ભે કરાતી કામગીરી અને અરજદારોને અડચણ ન થાય તે રીતે કામગીરી કરવા સૂચન કર્યુ હતું. આ મુલાકાતે વેળાએ મામલતદાર સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!