કૃષિ અને કોવિડના વેબીનારમાં અરવલ્લીના ૩૮ ધરતીપુત્રો સહભાગી બન્યા

કૃષિ અને કોવિડના વેબીનારમાં અરવલ્લીના ૩૮ ધરતીપુત્રો સહભાગી બન્યા
Spread the love

મોડાસા,
“કૃષિ અને કોવિડ” વિષય ઉપર યુ-ટ્યુબના માધ્યમથી યોજાયેલો રાજ્યકક્ષાનો એક દિવસીય ઓનલાઈન તાલીમ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લાના ૩૮ ઘરતીપુત્રો સહભાગી બન્યા હતા. સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ઉપક્રમે ઉત્તર ગુજરાતના જિલ્લાના કોરોનાના સમયે ધરતીપુત્રો માર્ગદર્શન મળી રહે તે માટે વેબીનાર યોજાય છે. જેમાં તાજેતરમાં રણ તીડના ઉપદ્રવ, તીડ નિયંત્રણ અંગેના અનુભવો, નિયંત્રણની વ્યુહરચના તેમજ ગ્રામ્ય સ્તરેથી જિલ્લા કક્ષાની ટીમોની ગોઠવણી, મોનીટરીંગ અંગેની નિયંત્રણની કાર્ય પધ્ધતિ અંગે વિશદ માહિતી કરવામાં આવ્યા હતા આ અગાઉ લોકડાઉન સમયગાળા દરમિયાન સોશ્યિલ ડિસ્ટન્સિંગના જળવાય રહે તે માટે યુ-ટુયુબ માધ્યમથી ખેડૂતોને કોરોના અંગે શુ સાવચેતી રાખવી તે માટે વેબીનાર યોજાયો હતો. મોડાસામાંથી૧૫ મેઘરજના ૧૨ બાયડના ૪ ભિલોડા-ધનસુરા બે-બે અને માલપુરમાંથી ૩મળી કુલ ૩૮ પ્રગતિશીલ ખેડૂતો સહભાગી બન્યા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!