ધનસુરાના ગ્રામ્ય વિસ્તારોમાં યુવા તબીબે નિઃશુલ્ક હોમિયોપેથી દવાનું વિતરણ કર્યું 

ધનસુરાના ગ્રામ્ય વિસ્તારોમાં યુવા તબીબે નિઃશુલ્ક હોમિયોપેથી દવાનું વિતરણ કર્યું 

અરવલ્લી : ધનસુરા તાલુકાના નવી શિણોલ ગામના અને કચ્છના સામખીયારીમાં હોસ્પિટલ ધરાવતા તબીબ ર્ડો.દુર્ગેશ.એન પટેલે તેમના શિકાકંપાના મિત્ર ર્ડો.જીગ્નેશ પટેલના સહયોગથી શિણોલ, નવી શિણોલ, ભેસાવાડા, શિકા અને પુંસરી ગામમાં ઘરે-ઘરે જઈ આર્સનિક આલ્બમ-૩૦ દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીથી લડી રહ્યું છે ત્યારે કોરોનાથી બચવા માટે રોગપ્રતિકારક ક્ષમતામાં વૃધ્ધિ એક સારો ઉપાય છે. જેના માટે આયુર્વેદિક દવા અને હોમિયોપેથી દવા આશીર્વાદ સમાન છે.૩૫૦૦ પરિવારોને કોરોના મહામારી સામે રક્ષણ આપવાના સેવાકીય કાર્યની લોકોએ સરાહના કરી હતી.

રિપોર્ટ : મહેન્દ્ર પટેલ (મોડાસા)

Spread the love
Right Click Disabled!